રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠાની મીઠાઈ - ફરસાણની 19 દુકાનોમાં દરોડા પાડ્યા

બનાસકાંઠાની મીઠાઈ - ફરસાણની 19 દુકાનોમાં દરોડા પાડ્યા
તપાસ દરમિયાન ગેરરીતી માલુમ પડતા ડીસા અને ધાનેરાના 7 દુકાનદારો સામે કાર્યવાહી  જન્માષ્ટમીના પવિત્ર તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે બનાસકાંઠાની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાની કુલ 19 જેટલી મીઠાઇ- ફરસાણની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા ડીસા અને ધાનેરાના  7 એકમો પાસેથી માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. 3500 રકમ વસૂલ કરવામાં આવી હતી.અને હવે પછી ગેરરીતી ન આચરવાની તાકીદ પણ કરી હતી. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન આમ પ્રજા મીઠાઇ, ફરસાણ,કરીયાણું સહિતની વસ્તુઓની મોકળા મને ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત ગ્રાહકોને ખરીદી દરમિયાન વજન કે પછી ગુણવત્તામાં છેતરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યના નાગરીકો આવા કોઈ બનાવનો ભોગ ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય તે ઉદ્દેશથી દરેક જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર વિભાગ કાર્યરત છે. એટલા માટે જ, બનાસકાંઠા કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.અને વિવિધ મીઠાઇ, ફરસાણની દુકાનો  પર સરકારના કાયદા- નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જે દરમ્યાન કસૂરવાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.      

સંબંધિત સમાચાર