પ્રથમ ડિજિટલ વસ્‍તી ગણતરી : ૧૬મી વસ્‍તી ગણતરી માટે ૩૦ લાખ ગણતરીકારો તૈનાત થશે

પ્રથમ ડિજિટલ વસ્‍તી ગણતરી : ૧૬મી વસ્‍તી ગણતરી માટે ૩૦ લાખ ગણતરીકારો તૈનાત થશે

આવતા વર્ષે એપ્રિલથી ઘરોની ગણતરી કરવામાં આવશે ; વસ્‍તી ગણતરી ૨૦૨૭ દેશની પ્રથમ ડિજિટલ વસ્‍તી ગણતરી હશે, જેમાં લોકો પોતાના વિશે માહિતી દાખલ કરી શકશે. મકાનોની ગણતરી અથવા યાદી બનાવવાનો તબક્કો એપ્રિલ ૨૦૨૬ સુધીમાં શરૂ થવાની સંભાવના છે. આ દેશની ૧૬મી વસ્‍તી ગણતરી છે, જે ૧૬ વર્ષ પછી યોજાશે. અગાઉ, વસ્‍તી ગણતરી ૨૦૧૧ માં હાથ ધરવામાં આવી હતી. આ માટે, ૩૦ લાખથી વધુ ગણતરીકારો અને સુપરવાઇઝરોને વસ્‍તી ગણતરી કરવા માટે તાલીમ આપવામાં આવશે. તેઓ ઘરે ઘરે જઈને ગણતરી કરશે. સમગ્ર વસ્‍તી ગણતરી પ્રક્રિયા પર ૧૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાની સંભાવના છે.નાગરિકોને તેમના ઘરમાં કયું અનાજ ખાય છે, પીવાના પાણીનો મુખ્‍યસ્ત્રોત, પ્રકાશનો મુખ્‍યસ્ત્રોત, શૌચાલયની સુવિધા, શૌચાલયનો પ્રકાર અને ગંદા પાણીના નિકાલની વ્‍યવસ્‍થા શું છે જેવા પ્રશ્‍નો પૂછવામાં આવશે. આ ઉપરાંત, નહાવાની સુવિધાઓની ઉપલબ્‍ધતા, રસોડા અને LPG PNG કનેક્‍શનની ઉપલબ્‍ધતા, રસોઈ માટે વપરાતું મુખ્‍ય બળતણ અને રેડિયો, ટ્રાન્‍ઝિસ્‍ટર અને ટેલિવિઝનની ઉપલબ્‍ધતા વિશે પણ માહિતી લેવામાં આવશે.

માર્ચ ૨૦૨૭ થી દેશભરમાં જાતિ વસ્‍તી ગણતરી થશે

કેન્‍દ્ર સરકારે વસ્‍તી ગણતરી કરવા અંગે મોટી જાહેરાત કરી છે. માર્ચ ૨૦૨૭ થી દેશભરમાં જાતિગત વસ્‍તી ગણતરી હાથ ધરવામાં આવશે. જોકે, આના પાંચ મહિના પહેલા, ઓક્‍ટોબર ૨૦૨૬ માં, પહાડી રાજ્‍યોમાં જાતિગત વસ્‍તી ગણતરી શરૂ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લદ્દાખ અને જમ્‍મુ અને કાશ્‍મીર જેવા કેન્‍દ્રશાસિત -દેશો ઉપરાંત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા બરફગ્રસ્‍ત રાજ્‍યોમાં ૧ ઓક્‍ટોબર, ૨૦૨૬ થી વસ્‍તી ગણતરી ધ્‍યાનમાં લેવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *