પાટણ શહેરના માગૅ પર આખલાઓનું યુદ્ધ જામતાં લોકોમાં ભય માહોલ છવાયો

પાટણ શહેરના માગૅ પર આખલાઓનું યુદ્ધ જામતાં લોકોમાં ભય માહોલ છવાયો

પાલિકા તંત્ર  શહેરીજનોને રખડતાં ઢોરોના ત્રાસથી મુકિત આપવવા ઢોર ડબ્બાની નકકર કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં સજૉયેલી રખડતાં ઢોરોની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ બની હોય તેમ શહેરના મુખ્ય બજાર માગૅ સહિત મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરો નો જમાવડો જોવા મળી રહ્યો છે તો આવા રખડતાં ઢોરો ના જામતાં શિંગડા યુધ્ધ ના કારણે અનેક શહેરીજનો ઈજાગ્રસ્ત બનવાની સાથે મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ પણ અવાર નવાર પ્રકાશમાં આવતાં હોવા છતાં તંત્ર દ્વારા રખડતાં ઢોરોની સમસ્યા નિવારવા નકકર કામગીરી ન કરાતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

શુક્રવારે સવારે શહેરના જોગીવાડા થી બુકડી રોડ પર બે આંખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતાં લોકો ભયભીત બન્યા હતા અને રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.  જોકે કેટલાક યુવાનોએ સાહસ કરી આ આખલા યુદ્ધ ને શાત કરવા પાણીનો મારો ચલાવી લાકડી ધોકા વડે બન્ને આખલાઓને મહા મુસીબતે છુટા પાડી વિસ્તાર માથી ભગાડતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત લોકોએ રાહત અનુભવી હતી. પાટણ શહેરમાં અવાર નવાર જોવા મળતા આવા આખલા યુદ્ધ ના દ્રશ્યો ને દુર કરવા પાલિકા તંત્ર દ્વારા સાચા અર્થમાં શહેરમાં ઢોર ડબ્બા ની ઝૂંબેશ હાથ ધરી શહેરીજનોને ભોગવવી પડતી રખડતાં ઢોરો માથી મુકિત અપાવે તેવી માગ પ્રબળ બની છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *