આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ, બેંગલુરુ પહોંચેલી આરસીબી ટીમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ભાગદોડ મચી જવાથી 11 લોકોના મોત થયા હતા.વિરાટ કોહલીએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. જેમાં લગભગ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. હવે વિરાટ કોહલીએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી; ૧૮ વર્ષમાં પહેલી વાર આરસીબી એ આઈપીએલ ટ્રોફી જીતી, વિરાટ કોહલી સૌથી વધુ ખુશ દેખાયો, જે પહેલી સીઝનથી આ ટીમ સાથે રમી રહ્યો છે. ટ્રોફી જીત્યા પછી કોહલીએ આ જીતને બેંગ્લોરના ચાહકો માટે વિજય ગણાવ્યો હતો. હવે, વિજય પરેડ માટે અપેક્ષા કરતા વધુ ચાહકો પહોંચ્યા બાદ થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મોત બાદ, વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું – ‘મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી. હું સંપૂર્ણપણે તૂટી ગયો છું.’ તેમણે હાર્ટબ્રેક ઇમોજી પણ મુક્યો. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું- ‘જે થયું તે દુઃખદ છે.’ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું- ‘નાસભાગ હાર્ટબ્રેક છે.’ યુવરાજ સિંહે લખ્યું- જીતની એક ક્ષણ દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. આરપી સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.