રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં જગન્નાથજી ની રથયાત્રા ને લઈ વિવિધ સુચનો સાથે કલેકટરને લેખિત રજૂઆત કરાઈ

પાટણમાં જગન્નાથજી ની રથયાત્રા ને લઈ વિવિધ સુચનો સાથે કલેકટરને લેખિત રજૂઆત કરાઈ
ટ્રસ્ટી મંડળના સૂચનોને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા તંત્ર તરફથી સહકારની ટ્રસ્ટી મંડળને ખાતરી અપાય; પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે આગામી તારીખ ૨૭ મી જૂનને અષાઢી બીજ ના પવિત્ર દિવસે યોજાનારા વિવિધ ઉત્સવોની સાથે ભગવાન જગન્નાથજીની ૧૪૩ મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શનિવારે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પાટણ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રા દરમિયાન રથયાત્રા ના માર્ગો પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને પોલીસતંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી રથયાત્રા દરમ્યાન કાયદો વ્યવસ્થાની સાથે સાથે શાંતિ પૂણૅ માહોલમાં રથયાત્રા સંપન્ન બને તે માટે સહકાર આપવાની સાથે પાટણ નગરપાલિકા દ્વારા રથયાત્રાના માર્ગ ઉપર રખડતા ઢોરો, ઉબડ - ખાબડ માર્ગો, જર્જરીત મિલકતો, સ્વચ્છતા જેવી જરૂરિયાત પરિપૂર્ણ કરી રથયાત્રાના શુભ કાર્યમા પાલિકા સાચા અર્થમાં સહભાગી બને અને જીઈબી તંત્ર પણ રથયાત્રાના માર્ગ પર લટકતા વિજ વાયરો સહિતના વિજ ઉપકરણો નું શુ વ્યવસ્થિત રીતે કામ પૂણૅ કરી રથયાત્રા મા કોઈ પણ પ્રકારની મુશકેલી ન સજૉઈ તેની તકેદારી રાખવાની સાથે વનવિભાગ પણ રથયાત્રાના માર્ગ પર બિનજરૂરી નડતર રૂપ ઝાડનું કટીંગ કરાવી પાટણની ૧૪૩મી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન બને તે માટે ઉપરોક્ત તમામ બાબતો લેખિતમાં આપી રજુઆત કરી હતી. પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જગન્નાથ મંદિર ટ્રસ્ટની ઉપરોક્ત તમામ રજૂઆતો આવરીને શનિવારે સવારે જ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી સુચિત કરાયા હોવાનું જણાવી ભગવાન જગન્નાથની રથયાત્રા સહિતના ઉત્સવો મા તંત્રનો સંપૂર્ણ પણે સહયોગ રહેશે તેવી કલેકટર દ્વારા ખાતરી આપી હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર