રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વીસનગર; યુનિવર્સિટી ખાતે એક રાષ્ટ્ર, એક ચૂંટણી અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

વીસનગર; યુનિવર્સિટી ખાતે એક રાષ્ટ્ર, એક ચૂંટણી અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે સેમિનાર યોજાયો હતો. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈની વર્ષ 2047 માં વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા, વિકસિત ભારત–વિકસિત રાષ્ટ્રના સંકલ્પ સાથે સરકારના એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રકલ્પ અંગે યુવાઓને માહિતી પૂરી પાડી હતી તેમજ એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદાઓ અને વિકાસમાં તેનું મહત્વ તે અંગે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે ભારત સરકારના “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પ્રકલ્પ અંતર્ગત માર્ગદર્શન અર્થે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધ્યોગો, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મહેસાણા જીલ્લા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જીલ્લા પ્રમુખ ગીરીશ રાજગોર, તથા મહેસાણા જીલ્લા પૂર્વ સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ સેમિનારનું આયોજન આજના યુવાધનને ભારત દેશના લોકતંત્રને વધુ મજબૂત બનાવવા અને "એક રાષ્ટ્ર, એક ચૂંટણી"ની જરૂરિયાત અંગે માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અન્ય આમંત્રિત મહેમાનોને ભારત દેશની આઝાદીથી અત્યાર સુધીના કાર્યકાળમાં યોજાતી વિવિધ ચૂંટણીઓ અને તે પાછળ થતા આર્થિક અને માનદ ખર્ચ તેમજ અવાર નવાર યોજાતી ચૂંટણીઓને કારણે સરકાર અને સામાન્ય વ્યક્તિઓને પડતી મુશ્કેલીઓની માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે જો ભારતમાં "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" લાગુ કરવામાં આવે તો તેનાથી દેશ અને સામાન્ય વ્યક્તિના વિકાસમાં અમુલ્ય ફાળો બની રહેશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર