વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્યે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૧૫ થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી : દર શનિવારે વિરમગામથી સારંગપુરની બસ શરૂ કરાય તેવું આયોજન : હાર્દિક પટેલ
વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્ય હાર્દિક પટેલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહનવ્યહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૧૫ થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી છે, વધતી બસ સેવા નગર તથાં ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી માટે સુલભતા વધારશે અને લોક પરિવહન વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો લાવશે.
ધારાસભ્ય હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ યાત્રા કરી શકે તે માટે તેને જોડતા રૂટો પર નવી બસો દોડાવવાની યોજના છે. જેમાં દર શનિવારે વિરમગામ થી સારંગપુરની સીધી બસ શરૂ કરાય તેવું આયોજન છે.
સંબંધિત સમાચાર
ગુજરાતઅમદાવાદના સમર્થ છાત્રાલયમાં ખોરાકમાં ફરી જીવજંતુઓ મળી આવ્યા, વિદ્યાર્થીઓનો વિરોધ
1 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં એક પતિએ ધોળા દિવસે પોતાની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી
2 દિવસ પહેલા
ગુજરાતજામનગરમાં દરોડામાં 1200 લિટર નકલી દૂધ જપ્ત, ૭૫ કિલો ઘી અને દૂધનો પાવડર પણ જપ્ત
2 દિવસ પહેલા
ગુજરાતનીરવ મોદી સાથે જોડાયેલા આરોપી સંદીપ મિસ્ત્રીને યુએઈથી ભારત લાવવામાં આવ્યો
3 દિવસ પહેલા
