વાવ ધરણીધર તાલુકામાં દિન પ્રતિદિન માઇનોર અને સબ માઇનોર કેનાલો તૂટી રહી છે. હમણાં છેલ્લા એક સપ્તાહમાં સરહદી વાવ ધરણીધર પંથકમાં 6 થી વધુ જગ્યા પર માઇનોર તૂટી છે. પરંતુ આછુવા ખાતે ચાર દિવસ અગાઉ રીપેર કરેલી માઇનોર 2 1700 ફરી પાછી તૂટી જતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.જે બાબતે રાછેણા ગામના ખેડૂત તેમજ જાગૃત સરપંચ કિરણસિંહ રાજપુતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.કે કેનાલોમાં સફાઈ રિપેરીગના નામે ભારે ગેરરીતિઓ ચાલી રહી છે. દિન પ્રતિદિન કેનાલો તૂટી રહી છે. ત્યારે ખેડૂતો બુમરાડ કરી રહ્યા છે. કોંટાકટરો મૂછોમાં મરક મરક હસી રહ્યા છે. નર્મદા કેનાલના જવાબદારો ભર નિંદ્રામાં સુઈ રહ્યા છે. જોકે કેનાલો માઇનોર તૂટતાં ખેડૂતોને રવિ સિઝન લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે જીલા કલેકટર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી વાવ ધરણીધર પંથકના ખેડૂતોની ઉગ્ર માંગ છે.
વાવની આછુવા માઇનોર કેનાલ 2 ફરી તૂટી ખેડતોમાં ઉગ્ર રોષ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદનો સ્થાપના દિન: ૧૨૦૦ વધુ શાળાઓમાં ગુંજ્યો 'જિલ્લા વિકાસ'નો સંકલ્પ!
10 કલાક પહેલા
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
4 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
6 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
1 અઠવાડિયા પહેલા
