તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ એક્સ્ટ્રા બસો દોડશે; અંબાજી ખાતે શ્રધ્ધાના મહાસાગર સ્વરૂપ સાત દિવસીય મહામેળો પ્રારંભ થયો છે. મહામેળામાં ભાવિક ભક્તોને અગવડ ન પડે તે માટે એસ.ટી તંત્ર દ્વારા માઈભક્તો માટે દરેક ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉંઝા એસ.ટી ડેપો દ્વારા માઈભક્તો મા ના સાનિધ્યમાં પહોંચાડવાના સંકલ્પ સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે. યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે ઉંઝા એસ.ટી ડેપો ખડેપગે રહેશે. ઉંઝા એસ.ટી ડેપો દ્વારા આજથી બસોનું સંચાલન શરૂ થશે. તા.૨ થી તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કુલ ૬ દિવસ યાત્રાળુઓ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. હાલ ૧૦ બસોથી સંચાલન શરૂ કરવામાં આવશે. ભક્તોનો ઘસારો વધુ જોવા મળશે તો વધુ બસો દોડાવવા માટે ડેપો સજ્જ છે. ૬ દિવસીય મહામેળાના સંચાલનમાં અંદાજીત ૧૮ થી ૨૦ ટ્રીપો વાગશે અને માઈભક્તોની ભીડ વધુ હશે તો ટ્રીપોની સંખ્યામાં વધારો થશે. અંબાજીમાં શરૂ થયેલ શ્રધ્ધાના મહાસાગરને જોઈને એક્સ્ટ્રા બસ માટે ૧૭૦ રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.
ઉંઝા એસ.ટી ડેપો દ્વારા અંબાજી માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું

ટેગ્સ:#Pilgrim Transport#Ambaji Maha Mela#Danta–Ambaji Route#Unjha ST Depot#Extra Bus Services#Public Transit Operations#Trip Frequency#Ocean of Faith#Bhadarvi Poonam
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા આરોગ્ય વિભાગનું આકસ્મિક ચેકિંગ: ફરજમાં બેદરકાર ૧૨ કર્મચારીઓને નોટિસ ફટકારાઈ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જેલમાં બેફામ બન્યા કેદીઓ: હવાલદાર પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી
2 દિવસ પહેલા
મહેસાણાવડનગરના ઐતિહાસિક મંદિરમાં વિવાદનો અંત: મધરાતે સરકારી પ્રશાસકે ચાર્જ સંભાળ્યો
2 દિવસ પહેલા
