રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં વ્રતધારી બહેનો દ્વારા દશ દિવસ સુધી કરાયેલા દશામાં ના વ્રતનું ભક્તિમય માહોલમાં સમાપન કરાયું

પાટણમાં વ્રતધારી બહેનો દ્વારા દશ દિવસ સુધી કરાયેલા દશામાં ના વ્રતનું ભક્તિમય માહોલમાં સમાપન કરાયું
શકિતપીઠ દશામાં સ્થાનકે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કૂડ મા દશામાં ની મૂર્તિ પધરાવી વ્રતધારી બહેનોએ આશીર્વાદ પ્રાપ્ત કયૉ પવિત્ર શ્રાવણ માસમાં વ્રતોનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. પાટણ શહેરમાં દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ દશામાનું વ્રત કરે છે. મહિલાઓ 10 દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરે છે. પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતાના મંદિરમાં વ્રતધારી મહિલાઓ દસ દિવસ પૂજા અર્ચના કરી અને વ્રત ના છેલ્લા દિવસે પણ મહિલાઓએ મોટી સંખ્યામાં વારાફરથી દશામાં નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. વ્રતધારી મહિલાઓ દ્વારા ઘી પીરસવામાં આવ્યું હતું. રાત્રે માતાજીનું 64 ઉપચારોનું પૂજન કરાયું હતું. રાત્રે 12 વાગે 108 દીવાની મહાઆરતી યોજાઈ હતી. આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો હતો. દશામાના વ્રતના છેલ્લા દિવસે વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓ પૂજન અર્ચન માટે આવી હતી. મંદિર પરિસર બહાર ભરાયેલ મેળાનો લાભ પણ શહેરીજનોએ લીધો હતો.વ્રતધારી મહિલાઓએ દશામાતાજી શક્તિપીઠ ખાતે બનાવેલ કુંડમાં માતાજીની માટી સ્થાપિત કરેલ મૂર્તિનું વિસર્જન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર