મહારાષ્ટ્રના નાંદેડમાં પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, ગુરુદ્વારા સંકુલની અંદર એક વ્યક્તિએ તેમના પર કિરપાણથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સુખબીર સિંહ બાદલને ડાબા હાથમાં ઈજા થઈ હતી. તેમની સુરક્ષા માટે તૈનાત એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયાના અહેવાલ છે.
આ ઘટના બાદ પોલીસે હુમલો કરનાર નિહંગની ધરપકડ કરી હતી. નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારમાં આવેલા એક ગુરુદ્વારામાં એક નિહંગે બાદલ પર તીક્ષ્ણ હથિયાર (કહેવાય છે કે કિરપાણ) વડે હુમલો કર્યો હતો. બાદલને જમણા હાથમાં ઈજા થઈ હતી અને તેમને નાંદેડની ખાનગી યશોસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.





