પાટણ સરસ્વતી નદીના કાંઠે આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિર ને તસ્કરોએ નિશાન બનાવ્યું

લાખોની રકમ ભરેલી દાનપેટી ઉઠાવી ગયાં...!
પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી; પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરની દાનપેટી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. દાનપેટીમાં લાખો રૂપિયાનું દાન હોવાનું અનુમાન છે. આ બાબતે મળતી માહિતી મુજબ મંદિરના પૂજારી વહેલી સવારે મંદિરમાં આવ્યા ત્યારે દાનપેટી ગાયબ હોવાનું જોતા તેમણે તરત જ મંદિર પ્રશાસનને જાણ કરતાં તેઓએ તાત્કાલિક મંદિર પરિસર ખાતે આવી મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા ગત મોડી રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા અને તેઓ દાનપેટી ઉઠાવીને લઈ જતા પણ સ્પષ્ટ પણે નજરે પડે છે. આ બાબતે પોલીસ ને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને પંચનામાની કાર્યવાહી કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મંદિર પ્રશાસને આ અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરતાં તુટેલી દાનપેટી તેમજ કેટલીક પરચુરણ મળી આવી હતી જોકે પોલીસે તસ્કરોને પકડવા માટે વિશેષ ટીમ બનાવી તપાસનાં ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan city#police investigation#Donation Box Theft#Complaint Filed#CCTV Evidence#Evidence Collection#Gujarat Crime News#Anandeshwar Mahadev Temple#Smugglers Target Temple#Temple Incident
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
23 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
23 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
23 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
