રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બિઝનેસ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

‘ઓપરેશન સિંદૂર’ના જવાનોનાં શૌર્યને સલામ : BSNL દ્વારા દેશભક્તિવાળો પ્લાન રજૂ કરાયો

‘ઓપરેશન સિંદૂર’ના જવાનોનાં શૌર્યને સલામ : BSNL દ્વારા દેશભક્તિવાળો પ્લાન રજૂ કરાયો
રીચાર્જની રકમનો એક ભાગ રક્ષામંત્રાલયને દાન આપશે અને એટલો જ ભાગ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે BSNLએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાનોનાં શૌર્યને સલામ આપીને આ ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં રીચાર્જની રકમનો એક ભાગ રક્ષા મંત્રાલયને દાન તરીકે આપવામાં આવશે. અને યૂઝરને પણ એટલો જ ભાગ કેશબેકના રૂપમાં મળશે. BSNL કુલ 5%નું યોગદાન આપશે. આ પ્લાનથી યૂઝરને પણ સારો લાભ મળશે. BSNL આ પ્લાન ખુબ જ ઓછી અવધિ માટે લાવ્યું છે. જો તમે રૂપિયા 1,499નું રીચાર્જ કરાવશો, તો તેનો એક ભાગ રક્ષા મંત્રાલયને દાનમાં આપવામાં આવશે. એટલો જ ભાગ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે. એટલે કે આ પ્લાન દ્વારા યૂઝર દેશ માટે કંઈક કરી શકશે. અને સાથે જ પોતે પણ કેશબેક મેળવી શકશે. BSNL કુલ 5%નું યોગદાન આપશે, જેમાંથી 2.5% રક્ષામંત્રાલયને અને 2.5% યૂઝરને આપવામાં આવશે. જોકે પ્લાનમાં માત્ર એટલું જ નથી. જો તમે રૂપિયા 1,499નું રીચાર્જ કરશો, તો રૂપિયા 37.50 રકમ રક્ષામંત્રાલયને જશે અને રૂપિયા 37.50 રકમ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે. જોકે BSNLએ માત્ર 2.5%નો આંકડો આપ્યો છે, રૂપિયા 37.50ની ગણતરી ઉદાહરણ રૂપે અહીં કરી છે. BSNLએ આ અંગે કોઈ સત્તાવાર આંકડો આપેલો નથી. કંપનીએ માત્ર 2.5%નો આંકડો જ આપ્યો છે. BSNLના રૂપિયા 1,499ના પ્લાનમાં આખા 11 મહિનાની વેલિડિટી મળશે. આ પ્લાન દ્વારા તમે આખા ભારતમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો, ફ્રી નેશનલ રોમિંગ પણ મળશે. સાથે દરરોજ 100 ફ્રી SMS મળશે. કુલ 24GB હાઈ સ્પીડ ડેટા પણ મળશે. જ્યારે આ ડેટાની મર્યાદા પૂરી થઈ જશે, ત્યારે પણ 40 kbpsની સ્પીડ સાથે અનલિમિટેડ ઈન્ટરનેટ ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન માત્ર 30 જૂન સુધી જ રીચાર્જ કરાવી શકાય છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર