ડીસા તાલુકાના ભીલડી ખાતે નવી ભીલડી ગામના પટણીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જતાં ગંદુ પાણી રોડ રસ્તા તેમજ સોસાયટીઓમાં ફરી વળ્યું છે. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગટરનાં પાણીથી ફેલાતી દુર્ગંધ સાથે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર વ્યવસ્થા જર્જરિત છે, છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આથી લોકોમાં પંચાયત વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે.બાજુમા આવેલ રોટરી ઇગંલિશ મિડીયમ સ્કૂલ આગળ પણ ગટર ઉભરાઈ જતા ગટર ના પાણી રોડ પર ફરી વળતાં કાદવ કીચડ સર્જાયેલ છે જેથી અભ્યાસ કરતા નાના ભુલકાઓ ને પણ મચ્છરજન્ય રોગ ચાળો થવાની ભીતી સેવાઈ રહી છે જેથી સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. સાથે જ ચીમકી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉપર લેવલે રજુઆત કરવા મજબૂર બનશે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભીલડીના પટણીવાસ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા; લોકોમાં રોષ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Disa taluka#infrastructure failure#Health Emergency#Patnivas Sewerage Crisis#Navi Bhildi Public Health Risk#Mosquito-Borne Epidemic Threat#Panchayat Negligence Allegation#Grey Water Treatment Demand#Monsoon 2025 Urban Impact
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
9 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
