રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય25 જુલાઈ, 2025| Super Admin

પીએમ મોદીનું માલદીવમાં ભવ્‍ય સ્‍વાગત

પીએમ મોદીનું માલદીવમાં ભવ્‍ય સ્‍વાગત
રાષ્‍ટ્રપતિ મુઇઝ્‍ઝુ સહિત વરિષ્‍ઠ નેતાઓએ એરપોર્ટ પહોંચીને આવકાર આપ્‍યો : પીએમ મોદીનો અલગ જ અંદાજ : ભારત - માલદીવના સંબંધો સુધર્યાની એક ઝલક જોવા મળી : બંને દેશના દ્વિપક્ષીય સંબંધો મજબુત થશે માલે, તા.૨૫: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી બે દેશોની મુલાકાતના બીજા તબક્કામાં માલદીવ પહોંચ્‍યા, જ્‍યાં તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું. આ દરમિયાન પીએમ મોદીનો અલગ સ્‍વેગ પણ જોવા મળ્‍યો. વાસ્‍તવમાં, પીએમ મોદી કાળા ચશ્‍મા પહેરેલા અને રાષ્‍ટ્રપતિ મોહમ્‍મદ મુઇઝુને ગળે લગાવેલા જોવા મળ્‍યા. પીએમ મોદીનું સ્‍વાગત રાષ્‍ટ્રપતિ મોહમ્‍મદ મુઇઝુ, વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, નાણાં મંત્રી અને ગળહ સુરક્ષા મંત્રી દ્વારા કરવામાં આવ્‍યું. પીએમ મોદી માલદીવના રાષ્‍ટ્રપતિના આમંત્રણ પર માલદીવ આવ્‍યા છે. પીએમ મોદીનું બાળકો દ્વારા પરંપરાગત નળત્‍ય પ્રદર્શન સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્‍યું હતું કે વડા પ્રધાનની આ રાજ્‍ય મુલાકાત નવેમ્‍બર ૨૦૨૩ માં પદ સંભાળ્‍યા પછી રાષ્‍ટ્રપતિ મુઇઝુ દ્વારા આયોજિત સરકારના વડા દ્વારા કરવામાં આવતી પ્રથમ રાજ્‍ય મુલાકાત છે. માલદીવના રાષ્‍ટ્રપતિ મોહમ્‍મદ મુઇઝ્‍ઝુએ માલદીવમાં પ્રધાનમંત્રીનું એટલું ભવ્‍ય સ્‍વાગત કર્યું કે ચીન અને પાકિસ્‍તાન પણ તેને જોઈને ચકિત થઈ જશે. માલદીવના રાષ્‍ટ્રપતિ મોહમ્‍મદ મુઇઝ્‍ઝુ પોતે પીએમ મોદીનું સ્‍વાગત કરવા એરપોર્ટ પહોંચ્‍યા. મુઇઝ્‍ઝુ પણ પોતાની સાથે કેબિનેટ મંત્રીઓની ફોજ લઈ ગયા. મુઇઝ્‍ઝુ સાથે તેમના વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, નાણાં મંત્રી અને ગળહ સુરક્ષા મંત્રી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. બધા નેતાઓએ પ્રધાનમંત્રી મોદીનું ભવ્‍ય સ્‍વાગત કર્યું.ભારતની રાજદ્વારીએ ચીન અને પાકિસ્‍તાનને એક સાથે મોટો આંચકો આપ્‍યો છે. માલદીવમાં પીએમ મોદીનું આ સ્‍વાગત ચીન અને પાકિસ્‍તાન માટે કોઈ આંચકાથી ઓછું નથી. કારણ કે આ પહેલા એક સમય એવો હતો જ્‍યારે રાષ્‍ટ્રપતિ મુઇઝુ ચૂંટણી જીતી ગયા હતા અને તેઓ ભારતના કટ્ટર વિરોધી બની ગયા હતા. તેમનો આખો ચૂંટણી પ્રચાર ભારત વિરોધી હતો. ચૂંટણી જીત્‍યા પછી તેમણે ભારતને માલદીવમાંથી બહાર કાઢવાનું વચન પણ આપ્‍યું હતું. વડા પ્રધાન મોદી યુકેની બે દિવસીય મુલાકાત બાદ અહીં પહોંચ્‍યા હતા, જે દરમિયાન બંને દેશોએ કાર, કાપડ, વ્‍હિસ્‍કી અને અન્‍ય ઘણા ઉત્‍પાદનો પરની ડ્‍યુટી નાબૂદ કરીને દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે એક સીમાચિરૂપ વેપાર કરાર પર હસ્‍તાક્ષર કર્યા હતા. મુઇઝુના શાસનકાળ દરમિયાન બંને દેશો વચ્‍ચેના સંબંધો સ્‍થિર થયા બાદ પીએમ મોદીની માલદીવની મુલાકાતને એક વળાંક તરીકે જોવામાં આવી રહી છે. પીએમ મોદી ૨૬ જુલાઈએ માલદીવના સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્‍ય મહેમાન બનશે. તેઓ રાષ્‍ટ્રપતિ મુઇઝુ સાથે વ્‍યાપક વાતચીત પણ કરશે અને ટાપુ રાષ્‍ટ્રમાં ભારતપ્રસહાયિત અનેક વિકાસ પ્રોજેક્‍ટ્‍સનું ઉદ્ધાટન કરશે. બંને દેશોની મુલાકાત માટે જતા પહેલા મોદીએ કહ્યું હતું કે આ વર્ષે બંને દેશો વચ્‍ચે રાજદ્વારી સંબંધોની સ્‍થાપનાની ૬૦મી વર્ષગાંઠ પણ છે. તેમણે કહ્યું હતું કે, હું રાષ્‍ટ્રપતિ મુઇઝુ અને અન્‍ય રાજકીય નેતળત્‍વ સાથેની મારી મુલાકાતોની રાહ જોઉં છું જેથી વ્‍યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના અમારા સંયુક્‍ત વિઝનને આગળ વધારી શકાય અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સમળદ્ધિ અને સ્‍થિરતા માટે અમારા સહયોગને મજબૂત બનાવી શકાય.      

સંબંધિત સમાચાર