રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા મનરેગા કાયદો બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે

પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા મનરેગા કાયદો બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે
સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમનું રૂપરેખા વણૅવી પાટણ જિલ્લા કોગ્રેસ દ્રારા મનરેગા કાયદો બચાવવા તા.18 થી 25 જાન્યુઆરી દરમિયાન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવનાર છે જેને લઈને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ ની રૂપરેખા વણૅવી હતી. કોંગ્રેસ પાર્ટીએ મનરેગા કાયદાને નાબૂદ કરવાના ભાજપ સરકારના કથિત પ્રયાસો સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ આંદોલન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે યોજાશે. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આ અંગેની વિગતવાર માહિતી આપી હતી.કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ગરીબોના હિત માટેના મનરેગા કાયદાને ખતમ કરવા માંગે છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે 2005 માં જ્યારે આ કાયદો પસાર થયો અને ઠરાવ સ્થાયી સમિતિમાં મોકલાયો, ત્યારે તેના અધ્યક્ષ કલ્યાણ સિંહ હતા અને તેમણે પણ સહમતી આપી હતી. તેઓએ ઉમેર્યું કે ગરીબ, દલિત અને શ્રમિક વર્ગ માટે જીવનદોરી સમાન આ કાયદાને રદ કરવો એ મહાત્મા ગાંધીનું અપમાન છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ભોગે આ કાયદો રદ નહીં થવા દે. પાર્ટીએ જાહેરાત કરી છે કે મનરેગા કાયદો ચાલુ રખાવવા માટે તેઓ છેવટ સુધી લડત આપશે અને ભાજપ સરકારને આ મુદ્દે પાઠ ભણાવશે. આ લડતના ભાગરૂપે આગામી દિવસોમાં વિવિધ સ્તરે વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમોનું આયોજન પાટણ જિલ્લામાં તા. 18 થી 25 સુધી કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર