પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાયબર ક્રાઈમનું એક મોટું અને ચોંકાવનારું રેકેટ પકડાયું છે. સરકારી 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અંતર્ગત ચાણસ્મા પોલીસે ગેરકાયદેસર કમિશનની લાલચ આપી સામાન્ય નાગરિકોના બેંક ખાતાઓ ભાડે મેળવીને ૭.૧૬ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો આચરતી કુખ્યાત સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વચેટિયાઓ ભોળા નાગરિકોને દર મહિને ૩ હજારથી ૧૫ હજાર રૂપિયા સુધીનું કમિશન આપી તેમના નામે ખાતા ખોલાવતા અને પાસબુક, એટીએમ તેમજ સિમકાર્ડ મેળવી સાયબર ગઠિયાઓને સોંપતા હતા. આ ખાતાઓનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ, ન્યુડ વીડિયો બ્લેકમેઈલિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી જેવા ગંભીર ગુનાના નાણાં ફેરવવામાં થતો હતો. આ કેસમાં પોલીસે કુલ ૩૩ આરોપીઓ સામે ગુનો નોંધી ૨૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આગળની સઘન તપાસ હાથ ધરી છે."
પાટણ : બેંક ખાતાં ભાડે આપી કરોડોના કૌભાંડમાં 20 ઝડપાયા

સંબંધિત સમાચાર
પાટણપાટણ-ચાણસ્મા હાઈવે પર મસમોટા ખાડા અને તિરાડો: વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ
2 દિવસ પહેલા
પાટણચાણસ્મા છેતરપિંડી કેસ: નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી લેતી પાટણ એલસીબી
2 દિવસ પહેલા
પાટણસ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ
3 દિવસ પહેલા
પાટણપાટણના 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
3 દિવસ પહેલા
