રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરસ્વતી નદીમાં પાણીની આવક વધતાં ડેમ નો એક દરવાજો ખોલ્યો

સરસ્વતી નદીમાં પાણીની આવક વધતાં ડેમ નો એક દરવાજો ખોલ્યો

નદી વિસ્તારના લોકોને સચેત રહેવા સુચના આપવામાં આવી; પાટણના સરસ્વતી ડેમમાં પાણીની આવક વધતા શનિવારે સવારે 10:30 કલાકે ડેમનો એક દરવાજો 3 ઈંચ ખોલવામાં આવ્યો છે. આ દરવાજા મારફતે 100 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધવાનું મુખ્ય કારણ ઉપરવાસમાં થયેલો ભારે વરસાદ છે. સાથે જ નર્મદા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલ મારફતે પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બંને કારણોસર સરસ્વતી ડેમમાં પાણીની આવક વધી છે. પાણી છોડવામાં આવતા સરસ્વતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને અને પશુપાલકોને નદીના પટમાં અવર જવર ન કરવા વિનંતી કરવામાં આવી છે. જો નદીના પટમાં પાણીનું સ્તર વધશે તો આસપાસના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવશે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ પગલાં લેવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર