રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચૈત્રી પૂનમે પાટણ થી બહુચરાજી તરફ જવા પદયાત્રા સંઘોનું પ્રસ્થાન

ચૈત્રી પૂનમે પાટણ થી બહુચરાજી તરફ જવા પદયાત્રા સંઘોનું પ્રસ્થાન
પદયાત્રા ના માગૅ પર વિવિધ પ્રકારના સેવા કેમ્પો લાગ્યાl; ચૈત્રી પૂનમના પવિત્ર અવસર પર પાટણ શહેર માંથી શ્રી બહુચરાજીના દર્શનાર્થે પદયાત્રા સંધો નું ભક્તિ સંગીત ના સુરો વચ્ચે માતાજી ની માંડવી લઈને પ્રસ્થાન થયું હતું. શહેરના કસારવાડો, ભઠ્ઠીનોમાઢ,નગર લીબડી,બત્તીવાડો અને છીડિયા સહિતના વિવિધ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પદયાત્રા સંઘમાં માતાજીની માંડવીઓ સાથે ભક્તિસંગીતના તાલે જોડાયા હતા. સેંકડો ભાવિકોને પદયાત્રા દરમ્યાન પદયાત્રા ના માગૅ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે યાત્રા ના માગૅ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો દ્રારા વિવિધ પ્રકારના સેવા કેમ્પો શરૂ કરી પદયાત્રીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરી મા બહુચરના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. ચૈત્રી પુનમે મા બહુચરના ધામે જવા પ્રસ્થાન પામતાં પદયાત્રા સંધો ને લઇ સમગ્ર વાતાવરણ ભક્તિ ના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર