રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

નવરચિત વાવ-થરાદ જિલ્લાને મળી મોટી ભેટ: નવો આરટીઓ કોડ GJ-40 જાહેર

નવરચિત વાવ-થરાદ જિલ્લાને મળી મોટી ભેટ: નવો આરટીઓ કોડ GJ-40 જાહેર

બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થયેલા નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે રાજ્ય સરકારે નવો આરટીઓ કોડ જાહેર કર્યો છે. નવા વાહનોને આ નવો કોડ મળશે, જ્યારે જૂના વાહનોના જીજે 08 નંબર યથાવત રહેશે. આ નિર્ણયથી પ્રજાની સુવિધા વધશે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થયેલા અને નવા નવરચિત વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે મહત્વપૂર્ણ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા વહીવટી સરળતાના ભાગરૂપે અને સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ વધુ ઝડપી બનાવવા માટે વાવ-થરાદ જિલ્લા માટે તદ્દન નવા આરટીઓ કોડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હવે વાવ-થરાદ જિલ્લાના વિસ્તાર માટે ‘GJ 40’ (જીજે 40) કોડ અમલી બનશે.

સરકારના આ નવા નિર્ણય અનુસાર, હવે નવો બનેલો વાવ-થરાદ જિલ્લાના તમામ નવા ખરીદવામાં આવતા વાહનો માટે ફક્ત ‘GJ 40’ આરટીઓ કોડ જ માન્ય રહેશે. આ નવા જિલ્લાના ભૌગોલિક કાર્યક્ષેત્રમાં આવતા તમામ વિસ્તારોના નાગરિકો જ્યારે પણ પોતાના નવા ટુ-વ્હીલર, ફોર-વ્હીલર કે કોમર્શિયલ વાહનોની ખરીદી કરશે. ત્યારે સત્તાવાર નોંધણી વખતે વહીવટી તંત્ર દ્વારા તેમને ‘GJ 40’ શ્રેણીના જ નંબર ફાળવવામાં આવશે જો કે, સરકારે જૂના વાહન ચાલકોને મોટી રાહત આપતા સ્પષ્ટતા કરી છે કે, આ વિસ્તરના જે જૂના વાહનો હાલમાં બનાસકાંઠા જિલ્લાનો ‘GJ 08’ નંબર ધરાવે છે, તે તમામ નંબર ભવિષ્યમાં જેમ છે. તેમ યથાવત રાખવામાં આવશે. જૂના વાહન ચાલકોએ પોતાના વાહનની નંબર પ્લેટ બદલવાની કે આરટીઓમાં જઈ કોઈ ફેરફાર કરવાની બિલકુલ જરૂર રહેશે નહીં રાજ્ય સરકારના આ સરાહનીય નિર્ણયથી વાવ-થરાદ જિલ્લાના સ્થાનિક નાગરિકો અને વાહન માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર