રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય17 મે, 2025| Super Admin

ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૩૧ બાળકો સહિત ૧૦૮ લોકોના મોત

ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૩૧ બાળકો સહિત ૧૦૮ લોકોના મોત

શુક્રવારે જ્‍યારે અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાનો પヘમિ એશિયા પ્રવાસ પૂર્ણ કર્યો ત્‍યારે ગાઝા પર ઇઝરાયલી હુમલામાં ૧૦૮ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ગાઝાના આરોગ્‍ય મંત્રાલયે જણાવ્‍યું હતું કે શુક્રવારના હવાઈ હુમલામાં ૨૭ મહિલાઓ અને ૩૧ બાળકો માર્યા ગયા હતા અને સેંકડો અન્‍ય ઘાયલ થયા હતા.શુક્રવારે ઇઝરાયલે યમનના બે બંદરો પર પણ હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ હુતી બળવાખોર જૂથ દ્વારા શષાોના પરિવહન માટે કરવામાં આવી રહ્યો હતો. ગુરુવારે રાતથી શુક્રવાર સવાર સુધી દેઇર અલ-બલાહ અને ખાન યુનિસ શહેરની બહારના વિસ્‍તારમાં હુમલાઓ થયા. ગાઝાના આરોગ્‍ય મંત્રાલયે જણાવ્‍યું હતું કે સેંકડો લોકો ઘાયલ પણ થયા છે.ટ્રમ્‍પનો ગલ્‍ફ દેશોનો પ્રવાસ શુક્રવારે સમાપ્ત થયો. જોકે, ટ્રમ્‍પ આ પ્રસંગે ઇઝરાયલની મુલાકાતે ગયા ન હતા. લોકોને આશા હતી કે ટ્રમ્‍પની મુલાકાત યુદ્ધવિરામ અથવા માનવતાવાદી સહાયનો માર્ગ ખોલી શકે છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પર લગાવવામાં આવેલી નાકાબંધી હવે ત્રીજા મહિનામાં છે. પોતાની મુલાકાતના છેલ્લા દિવસે અબુ ધાબીમાં એક બિઝનેસ ફોરમમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્‍પે કહ્યું કે તેઓ ગાઝા સહિત અનેક વૈશ્વિક સમસ્‍યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ગાઝાની પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છીએ.ઇઝરાયલે શુક્રવારે કહ્યું હતું કે તે ગાઝામાં આતંકવાદીઓ સામે પોતાનું અભિયાન ચાલુ રાખી રહ્યું છે અને ગયા દિવસમાં ૧૫૦ લક્ષ્યો પર હુમલો કર્યો છે. ગાઝાના આરોગ્‍ય મંત્રાલયે જણાવ્‍યું હતું કે હુમલાઓ શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યા અને લોકોને જબાલિયા શરણાર્થી શિબિર અને બેટ લાહિયા શહેરમાંથી ભાગી જવાની ફરજ પડી.આરોગ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, અગાઉના હુમલાઓમાં ૧૩૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. યમનમાં થયેલા હુમલાઓ બાદ કોઈ જાનહાનિના તાત્‍કાલિક અહેવાલ નથી. હુથી સેટેલાઇટ ચેનલ અલ-મસિરાહે હુમલાઓની સ્‍વીકળતિ આપી હતી પરંતુ અન્‍ય કોઈ વિગતો આપી ન હતી. ઇઝરાયલી સૈન્‍યએ જણાવ્‍યું હતું કે ટ્રમ્‍પની મુલાકાત દરમિયાન યમનથી ઇઝરાયલી હવાઈ ક્ષેત્રમાં છોડવામાં આવેલી અનેક મિસાઇલોને તેમણે અટકાવી દીધી હતી.ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ પહેલેથી જ કહી ચૂકયા છે કે તેઓ હમાસને ખતમ કરવાના તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગાઝામાં હુમલાઓ વધુ તીવ્ર બનાવશે. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં નેતન્‍યાહૂએ કહ્યું કે તેમના દળો થોડા દિવસોમાં ગાઝામાં સંપૂર્ણ તાકાતથી પ્રવેશ કરશે અને મિશન પૂર્ણ કરશે, જેનો અર્થ હમાસનો વિનાશ થશે.આ હુમલાઓ આ અભિયાનની શરૂઆત છે કે નહીં તે સ્‍પષ્ટ નથી. ઇઝરાયલી સરકારના પ્રવક્‍તા ડેવિડ મેન્‍સરે જણાવ્‍યું હતું કે ઇઝરાયલી સેના તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી રહી છે. તેમણે કહ્યું કે હમાસે બંધકોને મુક્‍ત કરવાનું બંધ કર્યા પછી ઇઝરાયલે તેનું અભિયાન વધુ તીવ્ર બનાવ્‍યું છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્‍ય તેમને (બંધકોને) ઘરે પાછા લાવવાનો અને હમાસને સત્તા પરથી દૂર કરવાનો છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ વાતચીત દરમિયાન હમાસ પર દબાણ ચાલુ રાખશે અને કહ્યું કે પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર