ભારત ૧.૪૨ અબજની વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

વિશ્વના ૧૦ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની યાદી જાહેર : વૈશ્વિક વસ્તી ૨૦૩૦ સુધીમાં ૮.૫ અબજ, ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ અને ૨૧૦૦ સુધીમાં ૧૦.૯ અબજ સુધી પહોંચી જશે : ફક્ત ૧૨ વર્ષમાં વિશ્વની વસ્તી સાત અબજથી વધીને આઠ અબજ થઈ ગઈ છે
ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૫ માં, એશિયન દેશો વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં પ્રભુત્વ જાળવી રાખે છે. ભારત હાલમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તે જ સમયે, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ ટોચના ૧૦ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં સામેલ છે. વિશ્વની કુલ વસ્તી આઠ અબજનો આંકડો વટાવી ગઈ છે. વસ્તી વિષયક ઇતિહાસ અને માનવ વિકાસની દ્રષ્ટિએ આ મહત્વપૂર્ણ છે. છેલ્લા વર્ષોમાં, વિશ્વના ઘણા ભાગોમાં વસ્તી ઘટી રહી છે પરંતુ કેટલાક ભાગોમાં તે હજુ પણ વધી રહી છે.
યુએનના અંદાજ મુજબ, ફક્ત ૧૨ વર્ષમાં વિશ્વની વસ્તી સાત અબજથી વધીને આઠ અબજ થઈ ગઈ છે. એવો અંદાજ છે કે વિશ્વની વસ્તી ૨૦૨૫ સુધીમાં ૮.૨ અબજ, ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ અને ૨૦૮૦ના દાયકામાં ૧૦.૩ અબજની ટોચે પહોંચશે. આ ધીમી વળદ્ધિનો સંકેત છે. વસ્તી વળદ્ધિ દર ધીમો પડી રહ્યો હોવા છતાં, હાલમાં દર ચારમાંથી એક વ્યક્તિ એવા દેશમાં રહે છે જ્યાં વસ્તી તેની ટોચ પર છે.યુએસ સેન્સસ બ્યુરો અનુસાર, ભારત હાલમાં ૧.૪૨ અબજની વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતની વિશાળ વસ્તી છેલ્લા દાયકાઓના વસ્તી વળદ્ધિ દરનું પરિણામ છે. ભારતમાં વસ્તી ૨૦૫૦ની આસપાસ ઘટવાની શકયતા છે.
ભારત આવનારા ઘણા વર્ષો સુધી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે. સંયુક્ત રાષ્ટ્રએ આ સદી (૨૧૦૦) ના અંત સુધીમાં ભારતની વસ્તી ૧.૫૧ અબજ હોવાનો અંદાજ લગાવ્યો છે. તે જ સમયે, ચીન બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ચીનની વસ્તી ઘટી રહી છે. યુએસ સેન્સસ બ્યુરોએ આંતરરાષ્ટ્રીય ડેટાબેઝના આધારે જુલાઈ ૨૦૨૫ માં વિશ્વના ટોચના ૧૦ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની યાદી બહાર પાડી છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમાફિયા અતીક અહેમદના મૃત્યુ બાદ જમીન કૌભાંડનો પર્દાફાશ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું 70 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બાનમાં લીધું: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયશિલ્પા શેટ્ટીએ વિવાદાસ્પદ જાતિ અનામત પોસ્ટ પર મૌન તોડ્યું, કહ્યું 'મારા નામે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે'
1 દિવસ પહેલા
