રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

થરાદ અમદાવાદ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીનોનું સંપાદન કર્યા બાદ તેનું યોગ્ય વળતર ન અપાતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે તેમજ વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે કાંકરેજ, દીઓદર અને થરાદ તાલુકાના ખેડૂતોએ દીઓદરના સણદર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે એકઠા થઇ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. ખેડૂતો દ્વારા નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને એક સામાન વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૨૦૧૧ મુજબ જૂનો ભાવ લેવામાં આવ્યો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે. જયારે બિન ખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આજના બજાર ભાવ મુજબ ભાવ નક્કી કરી વળતર ચૂકવવું જોઈએ.ખેતી અને બિનખેતી બન્નેનો એકજ ભાવ આપવો અને નુકસાનગ્રસ્ત ખેડૂત તથા પરિવાર માટે પુનઃ વસવાટ અને આજીવિકાના વિકલ્પો ઉભા કરવા અને નવી જંત્રી મુજબના અને મકાન, વૃક્ષ, ટયુબવેલ સાથેના એવોર્ડ આપવામાં આવે તેવી માંગ કરી જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અગાઉના સમયમાં ઊગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર