સિદ્ધપુરની આકાશ એગ્રો ફેક્ટરીમાંથી ઈસબગુલના પાંચ ક્ટ્ટાની ચોરી

કંપનીના સુપરવાઈઝરે સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
સિદ્ધપુર હાઈવે પર આવેલી આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માંથી રૂ.75,000ની કિંમતના ઈસબગુલની ભૂંસીના પાંચ કટ્ટાની ચોરી થઈ હોવાની કંપનીના સુપરવાઈઝર વિજયભાઈ શંકરલાલ પટેલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ચોરીની આ ઘટના તા. 18 ડિસેમ્બર, 2025ના રોજ બપોરના સમયે બની હતી. અજાણ્યો શખ્સ ફેક્ટરી માંથી કુલ 125 કિલો વજન ધરાવતા ઈસબગુલની ભૂંસીના પાંચ કટ્ટા ચોરી ગયો હતો. દરેક કટ્ટાનું વજન 25 કિલો હતું. ચોરીની જાણ 20 ડિસેમ્બર, 2025ના રોજ થતાં કંપનીના ઠેકેદાર ગજાનંદ શર્માએ સુપરવાઈઝરને માહિતી આપતા જણાવ્યું હતું કે, સવારે 5:30 વાગ્યે ગોડાઉનની પાછળની દીવાલ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ મોઢે રૂમાલ બાંધીને ઊભો હતો, જે તેમને જોઈને દીવાલ કૂદીને નાસી ગયો હતો.
આ માહિતી મળ્યા બાદ સુપરવાઈઝરે ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી કેમેરા તપાસતાં સીસીટીવી ફૂટેજમાં 18 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે 2:45 થી 3:15 વાગ્યાના ગાળામાં એક વ્યક્તિ પ્રોસેસિંગ યુનિટ માંથી ઈસબગુલની ભૂંસી ભરેલા કટ્ટા ઉઠાવીને પાછળની દીવાલ તરફ લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો.ચોર શખ્સે પાંચ કટ્ટા વારા ફરતી ઉઠાવ્યા હતા અને ફેક્ટરીની પાછળની દીવાલ પાસે મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ સમગ્ર બાબતે સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી ચોરને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
20 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
20 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
20 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
21 કલાક પહેલા
