પાટણના કુણધેર ગામના વતની અને વ્યવસાયે ફિઝીયોથેરાપી ડૉ. સ્નેહલ સુરેશભાઈ એ પોતાના જન્મ દિવસે કેન્સર પિડીત લોકોને ધ્યાનમાં રાખીને પોતાના ૨૦ ઈચ જેટલા વાળ ડોનેટ કરી કેન્સર પિડીતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ડો. સ્નેહલે જણાવ્યું હતું કે કેન્સરના દર્દીને વાળ ઉતરી જતા વીગ પહેર્યા વગર છુટકો નથી હોતો કેન્સરના દર્દીઓને સહાય કરવાના આશયથી તેઓ બધી બહેનોને સંદેશો આપવા માંગે છે કે કોઈ પણ પ્રકારના કેન્સરની કીમો થેરાપી દ્વારા હેર લોસ થાય તે એક સ્વાભાવિક પ્રકિયા છે. તેનો મકકમ મને સ્વીકાર કરી બહેનો માનસિક તણાવ માંથી બહાર આવી આધુનિક ટેકનોલોજી ( હેરવીગ ) ને અપનાવી શકે તે માટે આપણા થી થઈ શકતી નાના માં નાની એવી મદદ (હેર ડોનેટ) કરી તથા અન્ય બહેનો પણ જરૂરિયાત મંદ બહેનો માટે વાળ ડોનેટ કરવા પ્રેરિત થાય તેવા પ્રયત્નો દરેકે કરતા રહેવું જોઈએ. તેઓનું કહેવું છે કે તેઓ પહેલાથી સામાજિક ક્ષેત્રમાં કાર્યરત હોઈ મહિલા જાગૃત તથા સંવેદનશીલ હોવાથી તેઓના પરિવારના સભ્યોને કેન્સર પેશન્ટ માટે પોતાના વાળ ડોનેટ કરવાની વાત કરતા તેમના તરફથી પુરેપુરો સપોર્ટ મળતા તેઓએ તેમના 20 ઈંચ જેટલા વાળ કપાવીને કુરિયર મારફતે સંસ્થાને મોકલી આપેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ ની ડો. સ્નેહલે પોતના જન્મ દિને કેન્સર પીડિતો માટે પોતાના 20 ઇંચ વાળ ડોનેટ કર્યા

ટેગ્સ:#patan#Women Empowerment#social responsibility#Community Service#Hair Donation#Cancer Patients#Physiotherapist#Birthday Donation#Chemotherapy#Mental Health Awareness#Kundher Village#Support for Cancer Patients#Hair Wigs#Inspirational Acts
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
