રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ

ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2–0 ની અજેય લીડ મેળવી લીધી છે. આ દરમિયાન, બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિન અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહ દ્વારા આ મેચને લઈને એક મોટી જાહેરાત કરી છે, તેમને કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચના પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવી હતું કે, 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના પ્રસંગે, અમને “અંગોનું દાન કરો, જીવન બચાવો એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે. રમતગમતમાં ક્ષેત્રની બહાર પ્રેરણા આપવાની. એક થવાની અને કાયમી અસર ઉભી કરવાની શક્તિ છે. આ પહેલ દ્વારા, અમે દરેકને સૌથી મોટી ભેટ – જીવનની ભેટ આપવા તરફ એક પગલું ભરવા વિનંતી કરીએ છીએ. એક વચન, એક નિર્ણય, ઘણા લોકોના જીવ બચાવી શકે છે. ચાલો સાથે મળીએ અને ફરક લાવીએ!

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર