દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ તરફથી કાયદો અને વ્યવસ્થાને લઈને એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. ભાભર તાલુકાના મોતીસરી ગામના એક વ્યક્તિની કરપીણ હત્યાના ગુનામાં અદાલતે ચાર આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વર્ષ ૨૦૨૩ ના માર્ચ મહિનામાં મોતીસરી ગામના પાંચાભાઈ ઠાકોર નામના વ્યક્તિને આડા સંબંધોની શંકા રાખીને આરોપીઓ દ્વારા સુરેશભાઈના ઘરે લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ પાંચાભાઈને પ્રથમ ભાભર, ત્યારબાદ ધારપુર અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકની પત્ની અજીબેન ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પી.એસ.આઈ. એન.વી. રહેવરે કાયદેસરની તપાસ હાથ ધરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચકચારી કેસ દિયોદરના એડિશનલ સેશન્સ જજ આર.ડી. પાંડેયની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે ચારેય આરોપીઓ- સુરેશ ઠાકોર, દશરથજી ઠાકોર, ચંદુજી ઠાકોર અને રણછોડજી ઠાકોરને આઈ.પી.સી. કલમ-૩૦૨ હેઠળ દોષિત જાહેર કરી આજીવન કેદ અને કુલ ₹૩૨,૦૦૦ ના દંડની સજા સંભળાવી છે. કોર્ટના આ કડક વલણને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભાભરના મોતીસરી મર્ડર કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી દિયોદર કોર્ટ
Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદધરણીધર તાલુકામાં પાઇપલાઇન ગેરરીતિ: સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત
2 દિવસ પહેલા
વાવ-થરાદસરહદી વાવ અને સુઇગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયા!
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા ખાતે ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિની આશંકા !
5 દિવસ પહેલા
વાવ-થરાદદિયોદર સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળવાના મુદ્દે તંત્ર હરકતમાં!
1 અઠવાડિયા પહેલા
