ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહેલી ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતના મેદાનમાં પાછા ફરવા માટે હજુ વધુ રાહ જોવી પડી શકે છે . સાઈડ સ્ટ્રેનથી પીડાતા પંતને ન્યૂઝીલેન્ડ એ સામેની ત્રીજી અને અંતિમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. સાવચેતીના પગલા તરીકે તેમને આ મેચમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે, 19 નવેમ્બરથી શરૂ થતી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં તેમનો ભાગ લેવાનું પણ અનિશ્ચિત બની ગયું છે.
રિષભ પંત પણ ન્યૂઝીલેન્ડ એ સામેની શરૂઆતની બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ઈરાની કપ દરમિયાન તેને સાઈડ સ્ટ્રેનનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા આ ઈજા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા અનુસાર, સાવચેતીના પગલા તરીકે પંતને ન્યૂઝીલેન્ડ એ સામેની ત્રીજી બિનસત્તાવાર ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોકે, તેણે નેટમાં કૌશલ્ય તાલીમ ફરી શરૂ કરી દીધી છે અને હાલમાં તેને કોઈ દુખાવો નથી થઈ રહ્યો. જોકે, સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેના પાછા ફરવા માટે કોઈ ચોક્કસ સમયરેખા નક્કી કરવામાં આવી નથી.
ન્યુઝીલેન્ડ A સામેની આ મેચો પંતની ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે મહત્વપૂર્ણ હતી. આ મેચોથી તેને લાંબા ફોર્મેટમાં પોતાની લય પાછી મેળવવા અને ફિટનેસ મેળવવાની તક મળી હોત. જોકે, સતત ત્રણ મેચમાંથી બહાર રહેવાને કારણે તેને ટેસ્ટ શ્રેણી પહેલા ખૂબ જ ઓછો પ્રેક્ટિસ સમય મળ્યો હતો.





