રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય10 મે, 2025| Super Admin

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ.જયશંકરની પહેલી પ્રતિક્રિયા, આતંકવાદ અંગે કરી સ્પષ્ટ વાત

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ.જયશંકરની પહેલી પ્રતિક્રિયા, આતંકવાદ અંગે કરી સ્પષ્ટ વાત

ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ આવ્યું મોટું પગલું

(જી.એન.એસ) તા. 10

નવી દિલ્હી,

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે શનિવારે (10 મે, 2025) બંને દેશોએ યુદ્ધ વિરામમાં સહમતિ દર્શાવી છે. આગામી 12 મેના રોજ બંને દેશો ફરી એક વખત આ મામલે વાતચીત કરશે. જેમાં  ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે શનિવારે બપોરે 3:35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5:00 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘ભારત અને પાકિસ્તાને આજે ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ દાખવી છે. ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે અને તે આમ કરવાનું ચાલુ રાખશે.’

ઓપરેશન સિંદૂર બાદથી ડરી ગયેલું કંગાળ પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધ વિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના.’



Source link

સંબંધિત સમાચાર