રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય30 માર્ચ, 2025| Super Admin

છત્તીસગઢના બિલાસપુર ખાતેથી પીએમ મોદીએ એ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ

છત્તીસગઢના બિલાસપુર ખાતેથી પીએમ મોદીએ એ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ

કોંગ્રેસના મનમાં ભ્રષ્ટાચાર, પ્રદેશને લૂંટ્યુ: પીએમ મોદી

(જી.એન.એસ)તા.30

બિલાસપુર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બિલાસપુરના ગામ મોહભટ્ટા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ હતું. આ અંતર્ગત 33700 કરોડ રૂપિયાથી વધુના વીજળી, તેલ અને ગેસ, રેલ, માર્ગ, શિક્ષણ અને આવાસ ક્ષેત્રોને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાયો હતો.

આ પ્રસંગે પીએમ મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યુ હતું કે, આજે પહેલી નવરાત્રી છે અને છત્તીસગઢ માતા મહામાયાની ભૂમિ છે. આ માતા કૌશલ્યાનું માતૃઘર પણ છે. આવી સ્થિતિમાં, માતૃશક્તિને સમર્પિત આ નવ દિવસો છત્તીસગઢ માટે ખૂબ જ ખાસ છે અને મારું સૌભાગ્ય છે કે હું નવરાત્રીના પહેલા દિવસે અહીં પહોંચ્યો છું. ભાજપ સરકાર બધા વચનો પૂરા કરી રહી છે. ભાજપને આપેલા આશીર્વાદ બદલ હું તમારો આભાર માનું છું. ભાજપની રાજ્ય સરકાર બધા વચનો પૂરા કરશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ સરકારે ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે.

વધુમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, છત્તીસગઢ દેશના એવા રાજ્યોની યાદીમાં જોડાયું છે જ્યાં 100% રેલ નેટવર્ક વીજળી પર ચાલે છે, જે એક મોટી સિદ્ધિ છે. હાલમાં, છત્તીસગઢમાં લગભગ 40,000  કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષના બજેટમાં પણ છત્તીસગઢ માટે 7000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં સારી રેલ કનેક્ટિવિટીની માંગ પૂર્ણ થશે. આનાથી પડોશી રાજ્યો સાથે જોડાણમાં પણ સુધારો થશે.

વિરોધીઓ પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન અહીં વિકાસના કામો થતા નહોતા અને જે પણ કામ થતું હતું તેમાં કોંગ્રેસના લોકો કૌભાંડો કરતા હતા. તેમણે કટાક્ષમાં કહ્યું કે કોંગ્રેસને ક્યારેય તમારી પરવા નથી. અમે તમારા જીવન, તમારી સુવિધાઓ અને તમારા બાળકોનું ધ્યાન રાખ્યું. અમે છત્તીસગઢના દરેક ગામમાં વિકાસ યોજનાઓ લઈ જઈ રહ્યા છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર