રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય19 માર્ચ, 2025| Super Admin

સુપ્રીમ કોર્ટના 6 જજોનું પ્રતિનિધિમંડળ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે

સુપ્રીમ કોર્ટના 6 જજોનું પ્રતિનિધિમંડળ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે

રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવાશે, જજ ની ટીમ રાહત કેમ્પની મુલાકાત લેશે

(જી.એન.એસ) તા. 19

ઇમ્ફાલ,

મણીપુરમાં લાંબી અશાંતિ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના 6 જજોનું પ્રતિનિધિમંડળ રાજ્યની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળ 22 માર્ચે હિંસાગ્રસ્ત મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે અને ત્યાંની સ્થિતિ વિશે માહિતી મેળવશે.

જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ કાનૂની અને માનવતાવાદી સહાયને મજબૂત કરવા માટે આ મુલાકાત લેવા જઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ કેવી વિશ્વનાથન અને જસ્ટિસ એન કોટીશ્વર સિંઘ સામેલ છે. આ ટીમ કાયદાકીય દેખરેખ રાખશે અને લોકોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, તે હિંસાથી પ્રભાવિત લોકોની સ્થિતિનો પણ હિસાબ લેશે.

વર્ષ 2023 થી, મણિપુરમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસા ચાલી રહી છે. જેના કારણે રાજ્યમાં જાનમાલનું ઘણું નુકસાન થયું છે. હિંસાને કારણે ઘણા લોકો વિસ્થાપિત થયા છે. વિસ્થાપિત પરિવારો માટે રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો સંસાધનો, સારવાર અને કાયદાકીય મદદ માટે સંઘર્ષ કરી રહ્યા છે.

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) એ કહ્યું હતું કે, જસ્ટિસ ગવઈ જેઓ NALSAના કાર્યકારી અધ્યક્ષ પણ છે તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, એમએમ સુંદ્રેશ, કેવી વિશ્વનાથન અને એન. કોટીસ્વર સિંહ સાથે મણિપુર હાઈકોર્ટના દ્વિવાર્ષિક સમારોહના અવસર પર રાહત શિબિરોની મુલાકાત લેશે.

નાલસાએ 17 માર્ચે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે, ‘3 મે, 2023ના રોજ ચાલુ થયેલી વિનાશક સાંપ્રદાયિક હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા અને 50,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા અને ઘણા લોકો મણિપુરમાં રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર