રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય18 માર્ચ, 2025| Super Admin

અલ્હાબાદ હાઈકોર્ટે મહાકુંભમાં નાસભાગ મામલે સીબીઆઈ તપાસની માગ કરતી અરજી ફગાવી

અલ્હાબાદ હાઈકોર્ટે મહાકુંભમાં નાસભાગ મામલે સીબીઆઈ તપાસની માગ કરતી અરજી ફગાવી

ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટી રાહત

(જી.એન.એસ) તા. 17

લખનૌ,

ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટી રાહત મળી છે, અલ્હાબાદ હાઇકોર્ટે પ્રયાગરાજ ખાતે જોયાએલ મહાકુંભમાં નાસભાગની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ અરજી યોગેન્દ્ર પાંડે અને અન્ય લોકો દ્વારા જાહેર હિતમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મહાકુંભ દરમિયાન નાસભાગની ઘટનાઓની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.

ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીની બેન્ચે આ અરજીને ગેરવાજબી અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી અને અરજીમાં કોઈ નક્કર કારણ કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

આ મામલો 11 માર્ચ 2025ના રોજ સુનાવણી માટે આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેના પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે 17 માર્ચે કોર્ટે અંતિમ આદેશ આપ્યો હતો, જેમાં અરજી ફગાવી દેવામાં આવી હતી. મહાકુંભ મેળા 2025 દરમિયાન, મૌની અમાસ નિમિત્તે શાહી સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ભીડમાં અચાનક  નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા શ્રદ્ધાળુઓ કચડાઈને મૃત્યુ પામ્યા હતા.

ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ દાખલ પીઆઈએલમાં જણાવ્યું હતું કે, 144 વર્ષ બાદ મહાકુંભ પર્વ અત્યંત ખાસ હોવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી હતી. જેના લીધે 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી સ્નાન કરવા આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ મેળા પ્રશાસનની બેદરકારીના કારણે નાસભાગની ઘટના ઘટી. ઘણા લોકો મૃત્યુ પામ્યા. મેળામાં સ્નાન માટે લોકોને 20થી 30 કિમી પગપાળા ચાલીને આવવુ પડ્યું. ગંગાનું પાણી પણ પ્રદુષિત થયું. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર