ડીસા નગરપાલિકાની કડક કાર્યવાહી : બાકી વેરો ન ભરતાં બાકીદારો સામે લાલ આંખ

ચંદ્રલોક રોડ સહિતના શોપિંગ સેન્ટર અને રીસાલા બજારમાં મિલકતો સીલ કરાઈ
ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને પાલિકાની આવક વધારવા માટે વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા બાકીદારો સામે પાલિકાના ચીફ ઓફિસરના આદેશથી કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શહેરના ચંદ્રલોક રોડ પરના શોપિંગ સેન્ટર સહિત રીસાલા બજાર વિસ્તારમાં બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેને લઇને બાકીદાર મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાની આ કાર્યવાહીને જાગૃત નાગરિકો આવકારી રહ્યા છે.
તેમનું માનવું છે કે જો વેરો સમયસર વસૂલવામાં આવશે, તો જ શહેરમાં સફાઈ, લાઈટ અને રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં સુધારો થઈ શકશે. નિયમિત વેરો ભરતા કરદાતાઓ માટે આ એક ન્યાયી પ્રક્રિયા છે, કારણ કે બાકીદારોને કારણે ઘણીવાર વિકાસના કામો અટકી પડતા હોય છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૧૩૩ મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી વહીવટી તંત્રની મક્કમતા દર્શાવે છે બીજી તરફ, આ આકસ્મિક સીલિંગની કાર્યવાહીને કારણે મિલકત ધારકોમાં ચિંતા અને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આર્થિક મંદી અથવા અન્ય કારણોસર વેરો ભરવામાં વિલંબ થયો હોઈ શકે છે, ત્યારે સીધી મિલકત સીલ કરવાને બદલે હપ્તા પદ્ધતિ કે અન્ય કોઈ રાહત આપવી જોઈએ. આ ઉપરાંત, મિલકતની જાહેર હરાજી કરવાની ચીમકીને લઈને મધ્યમ વર્ગના પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
3 દિવસ પહેલા
