બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. પાલનપુર અને ડીસા સિવિલ સહિત જિલ્લામાં વિવિધ હોસ્પિટલોમાં ઓપીડીમાં વાયરલ ફિવર અને ઓરીના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને નાના બાળકોમાં આ ચેપજન્ય રોગ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં ઓરીના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી રોગના 50 થી વધુ કેસો નોંધાયા છે ત્યારે ઓરી એક વાયરલ ઇન્ફેકશનથી થતો રોગ છે, જેમાં શરુઆતમાં 2 થી 3 દિવસ ભારે તાવ રહે છે અને ત્યારબાદ શરીર પર નાના-નાના રાતા ચાઠાં દેખાવા લાગે છે. ખાસ કરીને 5 થી 10 વર્ષના બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાતો જોવા મળે છે. બાળ રોગ નિષ્ણાંત જાનવીબેન પટેલ જણાવે છે કે, ઓરીના 20% ગંભીર કેસોમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ, ખોરાક ન લેવા, તેમજ ખેંચ આવવાની ગંભીર સમસ્યા ઉભી થતી હોય છે, જેના કારણે હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવું ફરજિયાત બને છે. ઘરે સારવાર દરમિયાન વાલીઓએ બાળકને વધુમાં વધુ પાણી પીવડાવવું, તાવ આવે ત્યારે સમયસર ગોળી આપવી અને ઓરી ચેપી રોગ હોવાથી બાળકને અન્ય બાળકો અથવા લોકોના સંપર્કમાં ન આવવા દેવું અત્યંત જરૂરી છે. જાનવીબેન પટેલે વાલીઓને અપીલ કરી છે કે, જો તમારા બાળકમાં આવા કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવુ. તેમજ બનાસકાંઠામાં વધતા ઓરીના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.ત્યારે નિષ્ણાતોની સલાહનું પાલન કરવું અને બાળકોને સુરક્ષિત રાખવા વાલીઓએ ખાસ કાળજી રાખવી જરૂરી બન્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ઓરીના 50 થી વધુ કેસ નોંધાયા : આરોગ્ય વિભાગ એલર્ટ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
22 કલાક પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
2 દિવસ પહેલા
