રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત19 ઑક્ટોબર, 2025| Super Admin

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી


(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને  દિવાળીના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ, અન્યાય પર ન્યાય અને નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયનું પ્રતિક છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, દિવાળીનો તહેવાર આપણને એ સંદેશ આપે છે કે જ્યારે આપણે પોતાના અંતઃકરણમાં સત્ય, સદાચાર અને આત્મબળનો દીપ પ્રજ્વલિત કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં આશા, સમૃદ્ધિ અને શાંતિનો પ્રકાશ ફેલાય છે.

આ પાવન પ્રસંગે તેમણે સૌને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવાની અપીલ કરતાં જણાવ્યું કે, જ્યારે આપણે આપણા દેશમાં નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે ન માત્ર આપણા કારીગરો, ખેડુતો અને ઉદ્યોગકારોને સશક્ત બનાવીએ છીએ, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને પણ સાકાર કરીએ છીએ.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આપણી સંસ્કૃતિ હંમેશાં ‘વસુધૈવ કુટુંબકમ્’ના આદર્શો પર આધારિત રહી છે, એટલે કે સમગ્ર માનવજાત એક પરિવાર છે. આ જ ભાવનાથી પ્રેરિત થઈને આપણે પર્યાવરણનું સંરક્ષણ, પ્રાકૃતિક સંસાધનોનું સમ્માન અને પ્રાકૃતિક ખેતી જેવા ટકાઉ જીવનમૂલ્યોનો સ્વીકાર કરીને એક ઉજ્જવળ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ભાગીદાર બનીએ.

રાજ્યપાલશ્રીએ આ દિપાવલી સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે તેવી શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે, ભારત માતા સૌ પર પોતાની કૃપા વરસાવે અને આપણો દેશ સતત વિકાસના માર્ગ પર અગ્રેસર રહે.



Source link

સંબંધિત સમાચાર