રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત11 ઑગસ્ટ, 2025| Super Admin

સાબર ડેરીનો મોટો નિર્ણય; દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો

સાબર ડેરીનો મોટો નિર્ણય; દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો

પશુપાલકો માટે સારા સમાચાર

(જી.એન.એસ) તા. 11

સાબરકાંઠા,

સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી જેમાં ડેરી દ્વારા દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ 995 રૂપિયા જાહેર કરાયો છે. જેમાંથી 960 રૂપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે, જ્યારે બાકીના 35 રૂપિયાનો વધારો 13 ઓગસ્ટે ચૂકવાશે. સભા દરમિયાન કોઈ જાતના વાદ-વિવાદ કે વિરોધ વિના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને તેમણે ડેરીના આ પગલાને આવકાર્યું છે.

આગામી વર્ષથી 30 જૂન પહેલા ભાવફેર ચૂકવવા ઠરાવ કરાયો છે. ચેરમેન-સેક્રેટરી સાથે નિયામક મંડળની મિટિંગો યોજવા પણ ઠરાવ કરાયો છે. મહત્ત્વનું છે કે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી બાદ ડેરીની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા, અરવલ્લીના ચેરમેન અને સેક્રેટરી હાજર રહ્યા હતા.

સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને ડેરીના આ ભાવ વધારાના નિર્ણયથી ફાયદો થશે. જણાવી દઈએ કે, સાધારણ સભા યોજાય તે પહેલા જ પશુપાલકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. પશુપાલકો દ્વારા જાહેરાત કરાઈ હતી કે જો સભામાં યોગ્ય ભાવ નહીં મળે તો 12 ઓગસ્ટથી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરાશે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબર ડેરીએ 395 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવફેર જાહેર કર્યો હતો. જોકે પશુપાલકો 20 ટકા ભાવ ફેરની માગ સાથે આંદોલન પર ઉતર્યા હતા. આ દરમિયાન 14 જુલાઈએ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર પંથકના પશુપાલકો રોડ પર આવીને વિરોધ કરી રહ્યા હતા. બાદમાં સાબર ડેરી દ્વારા ભાવફેરનું આશ્વાસન અપાયું હતું. જે અંગે આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ ચૂક્યો છે.



Source link

સંબંધિત સમાચાર