રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય7 ઑગસ્ટ, 2025| Super Admin

આર્થિક વિકાસને ટેકો આપવા આરબીઆઈ દ્વારા પગલાં લેવાશે…!!

આર્થિક વિકાસને ટેકો આપવા આરબીઆઈ દ્વારા પગલાં લેવાશે…!!

વૈશ્વિક વેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નરે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. હાલની સ્થિતિમાં જે કંઈપણ આવશ્યક છે તે કરવાનું અમે ચાલુ રાખીશું. વેપાર વાટાઘાટ હજુપણ ચાલી રહી છે. સુમેળભર્યો ઉકેલ આવશે તેવી અમને આશા છે, એમ નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.

આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. દેશના જીડીપી અંદાજમાં ફેરબદલ કરવા માટે પૂરતા ડેટા ઉપલબ્ધ નહીં હોવાનું ગવર્નરે જણાવ્યું હતું. ફુગાવાને જ્યાં સુધી સંબંધ છે ત્યાંસુધી ભારત બહારી પરિબળો પર ઓછો આધાર રાખે છે. ટેરિફની કોઈપણ અસર થશે તો તે વિકાસ અને માંગ પર જોવા મળશે. જ્યાંસુધી રિટાલિએટરી ટેરિફ નહીં હોય ત્યાંસુધી ફુગાવા પર કોઈ ગંભીર અસર જોવા નહીં મળે અને રિટાલિએટરી ટેરિફની શકયતા નથી.

ભારતે યુકે, યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરાર પૂર્ણ કર્યા છે અને અમેરિકા, યુરોપ, ઓમાન તથા ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટ થઈ રહી છે. ભારત પાસે ફોરેકસ રિઝર્વનું સ્તર સાનુકૂળ છે અને ૧૧ મહિનાનું આયાત બિલ ચૂકવી શકાય એટલું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. લોન સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએની સ્થિતિ સંતોષકારક છે. ગ્રોસ એનપીએનું સ્તર ૨.૨૦ ટકા અને નેટ એનપીએ ૦.૫૦થી ૦.૬૦ ટકા આસપાસ છે.



Source link

સંબંધિત સમાચાર