રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય31 માર્ચ, 2025| Super Admin

કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને 6 મહિના માટે લંબાવ્યો

કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને 6 મહિના માટે લંબાવ્યો

કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં મોટી જાહેરાત કરી

(જી.એન.એસ)તા.30

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નોટિફિકેશન અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સશસ્ત્ર દળ અધિનિયમ, 1958ની કલમ 3 દ્વારા મળતી તાકાતનો પ્રયોગ કરતા 5 જિલ્લાના 13 પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોને છોડીને સંપૂર્ણ મણિપુર રાજ્યને તારીખ 1 એપ્રિલ 2025થી છ મહિના સુધી એટલે કે આગામી નોટિફિકેશન ન આવે ત્યાં સુધી વિસ્તારને ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવશે.

આ નોટિફિકેશન અનુસાર, નાગાલેન્ડ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વધુ સમીક્ષા કરવામાં આવી છે અને AFSPA છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. નાગાલેન્ડના જે જિલ્લાઓમાં AFSPA ફરીથી લાગુ કરવામાં આવ્યો છે, તેમાં દિમાપુર, નિઉલેન્ડ, ચુમોકેડિમા, મોન, કિફિરે, નોકલાક, ફેક અને પેરેનનો સમાવેશ થાય છે. કોહિમા જિલ્લામાં ખુઝામા, કોહિમા ઉત્તર, કોહિમા દક્ષિણ, ઝુબ્ઝા અને કેઝોચા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો, મોકોકચુંગ જિલ્લાના માંગકોલેમ્બા, મોકોકચુંગ-૧, લોંગથો, તુલી, લોંગચેમ અને અનાકી ‘સી’ સામેલ છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, મણિપુરના અમુક ક્ષેત્રોમાં અશાંતિ અને હિંસાની સ્થિતિને ધ્યાનમાં લેતાં પગલાં લેવામાં આવ્યા છે. AFSPA  હેઠળ સશસ્ત્ર દળો કોઈપણ શંકાશીલ વ્યક્તિની ધરપકડ, તપાસ કરી શકે છે, તેમજ જરૂર પડવા પર ગોળી પણ મારી શકે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ શાંતિ સુનિશ્ચિત થાય તે હેતુ સાથે AFSPA ને લંબાવવામાં આવ્યો છે. રાજ્ય ઉગ્રવાદી અને અલગાવવાદી સમુદાયોની હિંસાનો સામનો કરી રહ્યું છે.

એ જાણવું મહત્વનું છે કે, AFSPA એ એક એવો કાયદો છે, જે ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોને વિશેષ અધિકાર આપે છે. જેથી તે ઉગ્રવાદ, આતંકવાદ  જેવા સંકટગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરી શકાય. આ કાયદા હેઠળ સેનાને સંદિગ્ધ લોકોની ધરપકડ કરવા, તપાસ કરવા તેમજ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સત્તા મળે છે. કોઈપણ કોર્ટના આદેશ વિના તેઓ આ કાર્યવાહી કરી શકે છે. આ કાયદો વિવાદાસ્પદ પણ છે, કારણકે, સુરક્ષા દળોને વધુ સત્તા મળે છે. જેથી અમુક કિસ્સામાં માનવાધિકારનું ઉલ્લંઘન થતું હોવાની શક્યતા રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર