રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં ઓડિશાની ઘટનાનો એબીવીપી દ્વારા વિરોધ; કાર્યકરોની પોલીસે કરી અટકાયત

પાલનપુરમાં ઓડિશાની ઘટનાનો એબીવીપી દ્વારા વિરોધ; કાર્યકરોની પોલીસે કરી અટકાયત

ઓડિશામાં એન.એસ.યુ.આઈ. ના નેતાએ કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે એબીવીપી એ વિરોધ પ્રદર્શન યોજી ચક્કાજામ કરતા પોલીસે એબીવીપી ના કાર્યકરોની અટકાયત કરી હતી. ઓડિશામાં એન.એસ.યુ.આઈના પ્રદેશ કક્ષાના નેતાએ 19 વર્ષની કોલેજીયન યુવતીને ભોજનમાં ડ્રગ્સ ભેળવી હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જી.ડી.મોદી કોલેજ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. દરમિયાન, દોડી આવેલી પોલીસે એબીબીપીના કાર્યકરોની અટકાયત કરી હતી. એબીબીપી, પાલનપુર નગરના પ્રમુખ યુવરાજ જાનીએ એન. એસ.યુ.આઈ ને ન્યુસન્સ ફેલાવતું સંગઠન ગણાવી આરોપી ને ઝડપી લઈ ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર