પાટણ રથયાત્રા; તંત્ર દ્વારા સૂચનાઓનું સંપૂર્ણ પણે પાલન થાય તે માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરાશે

ચાલુ સાલે રથયાત્રા ના સુચનો નું તંત્ર દ્વારા પાલન નહિ કરાય અને યાત્રા વેર વિખેર કરાશે તો રથયાત્રા સમિતિ ભૂખ હડતાલ પર ઉતરશે : પિયુષ આચાર્ય..
પાટણ શહેર માંથી આગામી તારીખ 27 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા રવિવારે શ્રી જગન્નાથ ભગવાન મંદિરના સત્સંગ હોલમાં પાટણ શહેરની વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની મહત્વની બેઠક જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની વિવિધ એનજીઓના પ્રમુખ-મંત્રી સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી રથયાત્રા ને અનુરૂપ 18 થી વધુ પ્રકારના સુચનો રજુ કયૉ હતા.
એનજીઓ દ્ધારા રજુ કરાયેલ સુચનો બાબતે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ ના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દરમ્યાન તંત્ર દ્વારા દર વર્ષે ટ્રસ્ટી મંડળ તેમજ શહેરના આગેવાનોના સૂચનો માટે શાંતિ સમિતિ ની બેઠક બોલાવવામાં આવે છે પરંતુ છેલ્લા દસ વર્ષ થી તંત્ર દ્વારા મોટાભાગના સુચનો નું ચુસ્તપણે અમલ કરતાં નથી. દર વર્ષે રથયાત્રા સમિતિ દ્વારા સમયસર રથયાત્રા પ્રસ્થાન પામી સમયસર રથયાત્રા સંપન્ન થતી હોવા છતાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચાલુ રથયાત્રા એ રથયાત્રામાં જોડાયેલ ઝાંખીઓને ડાયવર્ટ કરી રથયાત્રાને વેર વિખેર કરી દેવામાં આવતી હોય છે.
ત્યારે ચાલું વર્ષે ભગવાન જગન્નાથ ની ૧૪૩ મી રથયાત્રાને લઈ રથયાત્રા સમિતિ દ્વારા જિલ્લા કલેકટર ને રૂબરૂ મળી લેખિતમાં સુચનો આપી તેના ચુસ્ત અમલ માટે રજુઆત કરવામાં આવી છે અને આ તમામ સૂચનો નું તંત્ર દ્વારા પાલન કરવામાં આવે તે માટે મુખ્યમંત્રી ને પણ રૂબરૂ મળી રજુઆત કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવી ચાલુ સાલે રથયાત્રા દરમ્યાન તંત્ર સંપૂર્ણ પણે સહકાર નહિ આપે તો રથયાત્રા ના આયોજકો તંત્ર સામે ભૂખ હડતાલ પર ઉતરશે તેવો હુંકાર બેઠકમાં પિયુષભાઈ આચાર્ય એ કરી શહેરની એનજીઓ પણ ભગવાન જગન્નાથ ની રથયાત્રા દરમ્યાન સહયોગ આપશે તેવી આશા વ્યકત કરી હતી.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત વિવિધ એનજીઓ ના પ્રમુખ, મંત્રી સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભગવાન જગન્નાથ ની ૧૪૩ મી રથયાત્રા પ્રેમના પ્રતિક રૂપ બની રહે તે માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ટેગ્સ:#Public meeting#cultural heritage#Local Governance#Event Planning#Peace Committee#Hunger Strike Threat#Religious Processions#Lord Jagannath#Patan Rath Yatra#Rath Yatra Committee#NGO Participation#Administrative Cooperation#Trustees and Officials#Suggestions and Implementation
સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
22 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
23 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
4 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
