રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા31 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કેમિકલ મોકડ્રીલ યોજાઈ

મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કેમિકલ મોકડ્રીલ યોજાઈ
મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશભાઈ વાળંદના અધ્યક્ષ સ્થાને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે કેમિકલ મોકડ્રીલ યોજાઈ હતી. મેજર એકસીડન્ટ યુનિટના સંભવિત ક્ષેત્રમાં કેમિકલ હેઝાડ ઉદભવે ત્યારે સાવચેતી અને સલામતીના ભાગરૂપે ઇમરજન્સીમાં શું પગલાં લેવા જોઈએ એનું જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ દૂધસાગર ડેરી ખાતે મોક એક્સરસાઇઝનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. દુધસાગર ડેરી, ડિઝાસ્ટર શાખા, જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને એનડીઆરએફ્ના સંકલનથી જિલ્લા કલેકટર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ કેમિકલ મોકડ્રીલ યોજાઈ હતી.જેમાં એમોનિયા લીકેજ થાય તો તંત્ર કેટલું સબળુ છે. તેનું ડેમોસ્ટ્રેશન કરાયુ હતું. એમોનિયા લીકેજ થાય ત્યારે શું સતર્કતા દાખવવી તે અંગે જાણકારી તેમજ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતુ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ તંત્ર, ફાયરવિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા,HPCL ની ફાયર ફાયટર ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ સ્થળ પર લીકેજ કંટ્રોલ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત ને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પીટલ ખસેડયા હતા. જો કે આ આખી ઘટના મોકડ્રીલનો ભાગ હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે ત્યારે કોઈ દુર્ઘટના સમયે સમગ્ર ઘટના સ્થળે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોય તો આપત્તિની અસરમાં ચોક્કસ ઘટાડો કરી શકાય.

સંબંધિત સમાચાર