મહેસાણા મનપાએ ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 985 વેપારી સામે કાર્યવાહી

મહેસાણા શહેરની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2026ના પ્રારંભિક બે માસ એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન મનપાની ટીમોએ શહેરના વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરી ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 985 નાના-મોટા વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભર્યા છે. આ ઝુંબેશ અંતર્ગત પાલિકાએ કુલ 8 લાખ રૂપિયાથી વધુની પેનલ્ટી વસૂલ કરી છે.
985 વેપારીને 8 લાખથી વધુનો દંડ ફટકાર્યો
મહેસાણા શહેરમાં જ્યાં-ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા અને દુકાન પાસે ડસ્ટબીન ન રાખતા કુલ 895 આસામીઓ મનપાની તપાસમાં ઝડપાયા હતાં. આ વેપારીઓ પાસેથી તંત્ર દ્વારા કુલ રૂ 6,41,550નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બીજી તરફ પર્યાવરણ માટે જોખમી એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા 90 વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મનપાએ આ એકમોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કુલ રૂ1,64,000નો દંડ ફટકાર્યો છે.
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
17 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
