ઊંઝા નગરપાલિકાનું રૂપિયા 8.27 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ
ઊંઝા નગરપાલિકાની ખાસ સાધારણ સભા સાંજે ઊંઝા પાલીકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ જીગ્નાબેન ડી.પટેલ મિલનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં રૂ 8.27 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
ઊંઝા નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં પાછલી સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. તેમજ કારોબારી કમિટી સહિત અન્ય કમિટીઓના ઠરાવ વાંચાણે લીધી હતી. તેમજ સને 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આવક 114.85 કરોડ જ્યારે ખર્ચ 106.58 કરોડ તેમજ 8.27કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કુલ આવક 56.57 કરોડના વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં વિકાસને લગતા વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં પાલિકા પ્રમુખ જીગ્નાબેન પટેલ, ચીફ ઓફિસર રવિકાન્ત પટેલ, રાજુભાઈ પટેલ એન્જિનિયર, એસ.આઈ ભાવેશભાઈ દરજી સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મહેસાણાઉનાવા એપીએમસીમાં કપાસની આવકોનો પ્રારંભ : આ વર્ષે ભાવમાં તેજીની સંભાવના
15 કલાક પહેલા
મહેસાણાઊંઝા મોલ્લોત ચોક તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
16 કલાક પહેલા
મહેસાણાઊંઝા પાલિકા અને ઊંઝા નગર મહિલા સંગઠન દ્વારા જન જાગૃતિ કાર્યકમ યોજાયો
16 કલાક પહેલા
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
