રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય24 જૂન, 2025| Super Admin

4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની પરિણામ જાહેર- આપ-2, ભાજપ-1, કોંગ્રેસ-1

4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની પરિણામ જાહેર- આપ-2, ભાજપ-1, કોંગ્રેસ-1

(જી.એન.એસ) તા. 23

નવી દિલ્હી,

ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં AAP એ બે બેઠકોમાં જીત મેળવી છે. જ્યારે ભાજપને નિરાશા હાથ લાગી છે. પેટાચૂંટણીમાં ભાજપ માત્ર એક જ બેઠક પર પોતાના નામ કરી શકી છે. કેરળની એક બેઠક પર કોંગ્રેસે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ બેઠક પર કબજો કર્યો હતો. 

ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં બે વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી માત્ર કડીની બેઠક પર ભાજપે જીત મેળવી છે. જ્યારે વિસાવદરમાં આપનું ઝાડુ ચાલ્યું છે. મહેસાણા જિલ્લાની કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ 39452 મત સાથે જીત મેળવી હતી. જ્યારે વિસાવદરમાં 17554 મત સાથે ભાજપના કિરીટ પટેલને હરાવી ગોપાલ ઈટાલિયાએ વર્ચસ્વ જમાવ્યું હતું. ફેબ્રુઆરીમાં ભાજપ ધારાસભ્ય કરસન સોલંકીના નિધન બાદ કડીની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. 

કેરળના નીલાંબુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં  UDF ઉમેદવાર અને કોંગ્રેસ નેતા આર્યદાન શૌકતે જીત હાંસલ કરી હતી. તેમણે CPI (M)ના એમ. સ્વરાજને 11077 મતથી હરાવ્યા હતાં. કોંગ્રેસે આ બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાની સેમિફાઈનલ ગણી હતી. 

લુઘિયાણા પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રિત બસ્સી ગોગીના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આજે ફરી આમ આદમી પાર્ટીએ પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. AAPના સંજીવ અરોરાએ આ બેઠક પર જીત હાંસલ કરી હતી. તેમણે કોંગ્રેસના ભારત ભૂષણને 10637 મતથી હરાવ્યા હતા. 

પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસના આલિફા અહમદે 50,049 મત સાથે ભાજપના આશિષ ઘોષને હરાવ્યા હતાં. આ બેઠક પર ચૂંટણી અભિયાનમાં ઓળખાણનું રાજકારણ, મુર્શિદાબાદમાં રમખાણોનો ભય અને ઓપરેશન સિંદૂરનો મુદ્દો ફોકસમાં રહ્યો હતો. 



Source link

સંબંધિત સમાચાર