રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા23 મે, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના વિજાપુરના સુંદરપુર ગામમાં જુના મકાનની દીવાલ ધરાસાઈ થતાં 3 શ્રમિકોના મોત

મહેસાણા જિલ્લાના વિજાપુરના સુંદરપુર ગામમાં જુના મકાનની દીવાલ ધરાસાઈ થતાં 3 શ્રમિકોના મોત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામ ખાતે મોટી દુર્ઘટના બની છે. જ્યાં કાચું મકાન તોડી નવા મકાનના બાંધકામ દરમિયાન એક દીવાલ પડતા 3 લોકોના મોત થવાની ઘટના બની છે. આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુંદરપુર ગામના મહાદેવવાળા વાસ વિસ્તારમાં એક મકાન બનતું હતું. જે ઘટનામાં મકાનની એક દીવાલ ધરાસાઈ થતાં 6 શ્રમિકો દટાયા હતા. દીવાલ ધરાસાઈ થવાની ઘટનામાં દટાયેલા તમામ 6 શ્રમિકોને બહાર કાઢતા 2 શ્રમિકો મૃત અવસ્થામાં મળી આવેલા જે ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે એક શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા કુલ 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 3 શ્રમિકોને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. કુલ 3 લોકોના મોત થયા છે. બપોર 12:10 કલાકે સુંદરપુર ગામે જુના મકાનની દીવાલ ધરાશાયી થવાની ધટના બની હતી. જેમા ધટના સ્થળ પર બે લોકો તેમજ સારવાર દરમિયાન એક એમ કુલ ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બાબુભાઈ ભુરીયા ઉંમર વર્ષ 45, રણજીત ઠાકોર ઉંમર વર્ષ 40 અને જીતેન્દ્ર ચોહાણ ઉંમર વર્ષ 25 છે. આ ધટનામાં ત્રણ લોકો મોત જ્યારે છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે જેમા એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલના તબક્કે સુંદરપુર ગામના મહાદેવ વાળા વાસમાં ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યાં પોલીસ કાફળા સહિત સરકારી તંત્રના અધિકારીઓ પણ હાજર રહી ઘટના બાબતે તાગ મેળવી આગળની કાર્યવહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર