ઊંઝા શહેર અને તાલુકામાં આવતીકાલથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ઊંઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કુલો ફાળવવામાં આવી છે. ઊંઝા શહેરમાં આવેલ જી.મ.કન્યા વિધાલય, એમ.આર એસ. હાઈસ્કૂલ, નવજીવન વિધા મંદિર, જી.એલ.હાઈસ્કુલ અને કે.એલ.હાઈસ્કુલ ખાતે પરીક્ષા યોજાશે. ધોરણ ૧૦ માં કુલ ૭૫ બ્લોકમાં ૨૧૦૨ વિધાર્થીઓ પરીક્ષા આપશે. અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦ બ્લોક થકી ૫૮૬ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૧૨ બ્લોકમાં ૨૩૬ વિધાર્થીઓ એમ.આર.એસ હાઈસ્કુલ ખાતે પરીક્ષા આપશે. ઉઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કૂલો ફાળવવામાં આવી છે.
ઊંઝા કેન્દ્રમાં ૨૯૨૪ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

સંબંધિત સમાચાર
મહેસાણાઉનાવા એપીએમસીમાં કપાસની આવકોનો પ્રારંભ : આ વર્ષે ભાવમાં તેજીની સંભાવના
6 કલાક પહેલા
મહેસાણાઊંઝા મોલ્લોત ચોક તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
6 કલાક પહેલા
મહેસાણાઊંઝા પાલિકા અને ઊંઝા નગર મહિલા સંગઠન દ્વારા જન જાગૃતિ કાર્યકમ યોજાયો
6 કલાક પહેલા
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
