રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય11 જૂન, 2025| Super Admin

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવકો ડૂબ્યાં, 8ના મોત

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવકો ડૂબ્યાં, 8ના મોત

(જી.એન.એસ) તા. 10

ટોંક,

રાજસ્થાનના ટોંક જિલ્લામાં પસાર થતી બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવાનો અચાનક જોરદાર પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવાનોના મૃત્યું થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ટોંક જિલ્લામાં બનાસ નદીમાં 11 યુવાનો નહાવા પડ્યા હતા, પરંતુ અચાનક નદીના જોરદાર પ્રવાહને કારણે તણાયા હતા. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. માહિતી મળતાં જ ટોંક પોલીસ, વહીવટીતંત્ર અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 8 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જો કે, હજુ ત્રણ યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુ:ખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.   

આ 11 યુવકો અહીં પિકનિક મનાવવા માટે આવ્યા હતા. જોકે બાદમાં એક બાદ એક ડૂબવા લાગ્યા, પછી સ્થાનિકોએ પોલીસને જાણ કરી. સ્થાનિકોનું કહેવું છે કે નદીનો આ હિસ્સો ખૂબ જ ઊંડો છે, તેમ છતાં ચેતવણી માટે કોઈ બોર્ડ લગાવવામાં આવી નથી. જેના કારણે ઘણીવાર લોકો જાણકાર વિના નહાવા માટે કૂદી પડતાં હોય છે. 

તમામ મૃતકો જયપુરના હોવાના પ્રાથમિક અહેવાલ છે. પરિજનોની રોકકળના કારણે હોસ્પિટલમાં ગમગીન માહોલ સર્જાયો હતો. SP વિકાસ સાંગવાને લોકોને જાણકારી વિના પાણીમાં ન ઉતરવા અપીલ કરી છે. 

આ ઘટના બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ડૂબવાથી યુવાનોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને મૃતકોના પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.’



Source link

સંબંધિત સમાચાર