રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા7 માર્ચ, 2026| Super Admin

મહેસાણામાં જિ.પં.શોપિંગ સેન્ટરને છ વર્ષે મંજૂરી મળી : 106 દુકાનોના ભાડા કરાર અને દસ્તાવેજ થશે

મહેસાણામાં જિ.પં.શોપિંગ સેન્ટરને છ વર્ષે મંજૂરી મળી : 106 દુકાનોના ભાડા કરાર અને દસ્તાવેજ થશે

મહેસાણા શહેરમાં જિલ્લા પંચાયત સેન્ટરને આખરે છ વર્ષે મંજૂરી મળતા દુકાનદારો અને ભાડુઆતોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં જિલ્લા પંચાયત દ્વારા જુના બસ સ્ટેન્ડની સામે બનાવવામાં આવેલ ત્રણ માળના શોપિંગ સેન્ટરને છ વર્ષ પછી ગાંધીનગરથી બાંધકામની વહીવટી મંજૂરી મળી જતા શોપિંફ સેન્ટરમાં આવેલી 106 જેટલી દુકાનોના વેચાણ દસ્તાવેજ અને ભાડા કરાર થઈ શકશે. આશરે 2020 માં મહેસાણા જીલ્લા પંચાયત દ્વારા પૂર્વ મંજૂરી લીધા વગર જ પીપીટી ધોરણ હેઠળ આ શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતું. જેની મંજૂરી લેવામાં આવેલ ન હોવાથી આજ દિન સુધી શોપિંગ સેન્ટરની દુકાનોના દસ્તાવેજ કે ભાડા કરાર પણ નહોતા થઈ શક્યા જેના કારણે દુકાનદારોમાં ભારે રોષ જોવા મળતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત દ્વારા આ શોપિંગ સેન્ટર બનાવી દીધા બાદ ધ્યાનમાં આવ્યું કે શોપિંગ સેન્ટર માટેની પૂર્વ મંજૂરી લીધી નથી અમે શોપિંગ સેન્ટર બનાવી દીધું છે. જેના કારણે શોપિંગ સેન્ટરની 106 જેટલી દુકાનોનો વેચાણ દસ્તાવેજ કે ભાડા કરાર પણ થઈ નહોતો શક્યો અને છેલ્લા છ વર્ષથી એક પણ રૂપિયાનું ભાડું દુકાનનું જિલ્લા પંચાયતને ચૂકવ્યા વગર જ દુકાન પોતાની પાસે રાખીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે જિલ્લા પંચાયત દ્વારા સામાન્ય સભામાં આ શોપિંગ સેન્ટર બાબતે ઠરાવ પસાર કરીને ગાંધીનગર કક્ષાએથી મંજૂરી માંગી હતી જે આખરે છ વર્ષ બાદ મળતા હવે જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલા આ શપિંગ સેન્ટરની દુકાનના દસ્તાવેજ અને ભાડા કરાર બનાવવો શક્ય બન્યો છે.    

સંબંધિત સમાચાર