થરાદ–ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો : મોટા કાપરા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત

થરાદ–ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો : મોટા કાપરા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત

એમ.જી. હેક્ટર કાર ચાલકે મોટર સાયકલને અડફેટે લેતાં એકનું ધટના સ્થળે મૃત્યુ, એકનુ સારવાર દરમિયાન મોત થયું

રબારી સમાજના બે વ્યક્તિઓના મોતના સમાચારથી અરેરાટી વ્યાપી જવા પામી

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોટાકાપરા ગામની સીમમાં આવેલા થરાદ–ડીસા હાઈવે રોડ પર નાયરા પેટ્રોલ પંપની સામે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એમ.જી. હેક્ટર કાર રજી. નં. GJ-08-FA-8282ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પાછળથી જઈ રહેલી મોટરસાયકલ રજી. નં. GJ-08-AH-0474ને ટક્કર મારતા મોટરસાયકલ પર બેઠેલી વિજયાબેન રબારી ગામ ખેરોલા (ઉ.વ. 31)ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાયકલ ચલાવતા બાબુભાઈ મલાભાઈ રબારી ગામ ખેરોલા (ઉ.વ. 33)ને માથા તથા શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન દમ તોડયો હતો

આ અંગે ની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિજયાબેન પેપળુ ગામે પોતાના પિયરથી મળી ખેરોલા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પોતાના કુટુંબી ભત્રીજા બાબુભાઈ મલાભાઈ રબારી  પોતાની બહેનને નાનાકાપરા બસ સ્ટેન્ડ મુકીને  મોટરસાયકલ પર સવાર થઈ  વિજયાબેન ને લઈને ઘર તરફ નીકળ્યા હતા ત્યારે મંગળવાર ના બપોરના અંદાજે 3:15 વાગ્યાના અરસામાં મોટાકાપરા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપ પાસે થરાદ તરફથી આવતી એમ.જી. હેક્ટર કારના ચાલકે અચાનક મોટરસાયકલને પાછળ જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિજયાબેનને તાત્કાલિક લાખણી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પી.એમ. રૂમમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ, બાબુભાઈ મલાભાઇ રબારી ને પ્રાઈવેટ વાહન મારફતે ડીસાની સંજીવની ICUમાં સારવાર માટે લઈ જવાયા છે, જ્યાં તેમના સારવાર દરમિયાન બુધવારે દમ તોડતાં અકસ્માત બે વ્યક્તિઓ ના મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ મામલે મૃતકના પતિ રામજીભાઈ નાથુભાઈ રબારી (રહે. ખેરોલા, તા. લાખણી) દ્વારા પોલીસ મથકે  એમ.જી. હેક્ટર કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે  પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *