રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા10 જૂન, 2025| Super Admin

અમીરગઢના ધનપુરા ગામમાં આઝાદીથી આજદિન સુધી ફક્ત બે વાર ચૂંટણી યોજાઈ

અમીરગઢના ધનપુરા ગામમાં આઝાદીથી આજદિન સુધી ફક્ત બે વાર ચૂંટણી યોજાઈ
વડીલો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ વખતે પણ સરપંચ-સભ્યોની નિમણૂક બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું ધનપુરા ગામ આઝાદી પહેલાથી સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ ગામમાં આઝાદીથી આજ દિન સુધી ફક્ત બે વાર ચૂંટણી યોજાઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે ગામના લોકો એકત્ર થાય છે. તેઓ ગામમાંથી સાત વ્યક્તિઓની પસંદગી કરે છે. આ સાત વ્યક્તિઓમાંથી એક સરપંચ, એક ઉપસરપંચ અને પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.આ વર્ષે પણ સર્વાનુમતે સરપંચ તરીકે શ્રવણજી બાબુજી ચૌહાણ અને ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ મફાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. સભ્યો તરીકે પારુબેન પ્રતાપજી ઠાકોર, આરતીબેન કુચાવાડિયા, સુરેશભાઈ કુચાવાડિયા, કોકિલાબેન વાલેરા અને સૂર્યાબેન ખોડાજી ચૌહાણની વરણી કરવામાં આવી છે. આ સમરસ પ્રક્રિયાથી ગામમાં એકતા અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહ્યું છે. સરપંચ અને ઉપસરપંચની નિમણૂકથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ગામો સમરસ થઈ રહ્યા છે, જેમાં ધનપુરા ગામ નો પણ સમાવેશ થયેલ છે.

સંબંધિત સમાચાર